fbpx
Tuesday, March 28, 2023

શું આ સાંધાના દુખાવાનું કારણ નથી? જો એમ હોય તો જાણો શું કરવું

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

જ્યારે તમારા શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધવા લાગે છે, તો સાંધાનો દુખાવા થવા લાગે છે. આ ત્યારે થયા છે જ્યારે બોડીમાં ઝેરીલો પદાર્થ બહાર નીકળવાની જગ્યાએ અંદર જ રહી જાય છે. જેના કારણે શરીરમાં યુરિકનું લેવલ વધવા લાગે છે. આ સમયે તમારે બિયરનું સેવન ન કરવું જોઇએ, કેમ કે તેમાં પ્યુરિનનું પ્રમાણ વધારે હોય છે અને સાથે જ આપણે આપણા ખાણીપીણી પર પણ ધ્યાન આપવું જોઇએ. જો તમે પણ આ બીમારીથી પીડિત છો તો આ ખાસ જાણકારી તમારા માટે છે. આવો જાણીએ તેને કેવી રીતે કંટ્રોલ કરી શકાય…

ફુલાવર અને મશરૂમ ન ખાઓ

યુરિક એસિડથી પીડિત લોકોએ ફુલાવર, કોબીજ, બ્રસેલ્સ, સ્પ્રાઉટ્સ અને મશરૂમ ન ખાવા જોઇએ, કેમ કે તેમાં પ્યુરીનનું પ્રમાણ ખુબ જ વધારે હોય છે. તેથી આ વસ્તુને ખાવાથી દૂર રહેવું જોઇએ.

પ્રોટીનવાળો ખોરાક ન ખાવો

જોકે, દર્દીઓએ પ્રોટીનયુક્ત આહાર લેવાની ક્યારે ના પાડવામાં આવતી નથી, પરંતુ કેટલીક બીમારી એવી હોય છે, જેમાં પ્રોટીન જેવા ખોરાકનો પણ ત્યાગ કરવો પડે છે. પ્રોટીન યુક્ત આહાર યુરિક એસિડના દર્દીઓ માટે નુકાસનકારક સાબિત થઈ શકે છે. જેમ કે, દુધ, દહીં, રાજમા, લીલા વટાણા, પાલક, દાળ વગેરેનું સેવન કરવાથી દૂર રહેવું, કેમ કે પ્રોટીનવાળા આહારમાં 100 ગ્રામમાં 200 ગ્રામ પ્યુરીન હોય છે.

શુગર ડ્રિંક્સ

વધારે ખાંડવાળા ફૂડ, પેકેજિંગ ડ્રિંક્સ, સોફ્ટ ડ્રિંક્સ, સોડા, શિકંજી, મધ આ તમામ વસ્તુને તમારાથી દૂર રાખવી, કેમ કે આ તમામ ખાદ્ય પદાર્થથી બોડીમાં યુરિકનું પ્રમાણ વધે છે. જેનાથી તમારી મુશ્કેલીમાં વધારો થશે, તેથી આ બધી વસ્તુઓથી દૂર રહેવું.

રાત્રી ભોજનમાં દાળભાત ન ખાવા

યુરિક એસિડવાળા દર્દીઓને રાત્રી ભોજનમાં સાદો આહાર લેવો જોઇએ, કોઈપણ છાલવાળી દાળ અથવા રાતના સમયે દાળ અને ભાતનું સેવન કરવું જોઇએ નહીં, તેનાથી યુરિકનું લેવલ અને વધી જશે અને બિમારઓના સંકેત મળવાના શરૂ થઈ શકે છે. તેથી આ પ્રકારની કોઈ સમસ્યા ઉભી થયા તે પહેલા તમારા ડાયટમાં ફેરફાર કરો.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles