fbpx
Tuesday, April 23, 2024

સવારે ઉઠ્યા પછી તરત જ પાણી પીવાની આદત છે? તો પહેલા આ જાણી લો

સવારે ખાલી પેટે હંમેશા ફ્રૂટ્સ, ડ્રિંક્સ લેવાની સલાહ આપે છે. મોટાભાગના લોકો સવાર સવારમાં જ્યૂસ નથી બનાવી શકતા. માટે વાસી મોએ જ પાણી પી લે છે. પરંતુ ઘણા લોકોમા મનમાં સવાલ થાય છે કે, આખરે ખાલી પેટે ફ્રિજ, માટલું, તાંબામાં અથવા નોર્મલ ક્યું પાણી પીવું. જેનાથી શરીરને હાઈડ્રેડ કરી શકાય અને તે સ્વસ્થ્ય રહે.

સવારે ઉઠીને કયું પાણી પીવું જોઈએઃ
સવારે વાસી મોઢાએ પાણી પીવું ખૂબ જ ફાયદાકારક હોય છે. સવારે ઉઠીને માટલાનું પાણી પીવું સૌથી વધુ લાભદાયી છે. માટલાનું પાણી પીવાથી શરીર હાઈડ્રેડ રહે છે. શરીરને ઠંડક મળે છે અને શરીરમાં જમા ટોક્સિંસ પણ સરળતાથી નીકળી જાય છે. પરંતુ જો તમારી આસપાસ માટલું નથી તો તમે નોર્મલ અથવા તાજુ પાણી પી શકો છો. ફ્રીજનું પાણી ન પીવું જોઈએ. 

માટલાનું પાણી પીવાના ફાયદાઃ
માટલાનું પાણી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. માટલાનું પાણી ટીડીએસને ઓછું કરી શકે છે. સાથે વધારી પણ શકે છે. ખાસ કરીને ગરમીમાં માટલાનું પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે. માટલાનું પાણી પિત્તને સંતુલિત કરે છે. સાથે જ પેટની સમસ્યાને પણ દૂર કરે છે.

સવારે ઉઠીને નોર્મલ પાણી કેવી રીતે પીશોઃ
જો તમારા આસપાસ માટલું નથી તો તમે ફ્રીજનું પાણી પીવાની જગ્યાએ નોર્મલ અથવા તાજુ પાણી પી શકો છો. નોર્મલ પાણી પણ સ્વાસ્થ્ય માટે સારું છે. નોર્મલ પાણીને વધારે હેલ્દી બનાવવા માટે તેમાં લીંબુ, મધ વગેરે નાખી શકો છો. તે સિવાય નોર્મલ પાણીમાં એલોવેરા રસ, આમળા સહિતવી વસ્તુઓ પણ નાખી શકો છો. આ પ્રકારનું પાણી પાવથી પોષકતત્વો વધી જાય છે. શરીરને ઘણા લાભ મળે છે.

ફ્રીજના પાણીથી નુકસાનઃ
ફ્રીજનું પાણી સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક છે. ફ્રીજનું પાણી પીવાથી પાચનતંત્ર પર ખરાબ અસર પડે છે. અને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે. આ પાણી પીવાથી આંતરડા સંકોચાય જાય છે. સાથે જ કબજિયાત અને અપચા જેવી સમસ્યાઓ થઈ શકે છે. એટલા માટે સવારે કે પછી દિવસ દરમિયાન ક્યારેય પણ ફ્રીજનું પાણી ન પીવું જોઈએ. 

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles