fbpx
Friday, April 26, 2024

જાણો, અઠવાડિયા કે મહિનાઓ સુધી ચાલુ રહેતી ઉધરસની સમસ્યાને કેવી રીતે દૂર કરવી?

શરદી ખાંસી એવી બીમારી છે જે કોઈપણ સીઝનમાં થાય છે. જ્યારે કેટલાક લોકોની ઈમ્યુનિટી નબળી હોવાના કારણે તેઓ જલ્દી શરદી ખાંસીની બીમારીમાં સંપડાય છે અને તેઓની આ સમસ્યા જલ્દી પૂરું થવાનું નામ પણ નથી લેતી. જો સતત ખાંસી રહેતી હોય તો એ પણ ખરાબ સ્વાસ્થ્યની નિશાની છે અને હાલ માં કોરોનાના સમયમાં મોટાભાગના લોકોને લાંબા સમય સુધી ખાંસીની સમસ્યા સતાવી રહી છે.

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોએ દર્દીઓને આ પરેશાનીથી રાહત આપવા માટે એક એવો ઉકેલ શોધી કાઢ્યો છે, જેના કારણે ખાંસીને લીધે રાત્રે તેમની ઊંઘમાં ખલેલ નહીં પડે. આવો જાણીએ કેવી રીતે.

સામાન્ય ખાંસીથી કોરોનાની ખાંસી કેટલી અલગ છે?

સૂકી ખાંસીમાં સામાન્ય રીતે વ્યક્તિને ખાંસીમાં લાળ આવતી નથી અને ખાંસીથી કર્કશ અવાજ આવે છે. સતત ખાંસી આવે ત્યારે આ અવાજ ખરાબ થાય છે કારણ કે તેમાં લાળ નથી. બીજી વસ્તુ જે તેને સામાન્ય ખાંસીથી અલગ બનાવે છે, તે છે કે કોવિડ દરમિયાન ખાંસી થોડા અઠવાડિયા કે મહિનાઓ સુધી રહે છે.

ખાંસીથી રાહત મેળવવા માટે કેવી રીતે સૂવું?

બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસ અનુસાર જે લોકોને કોરોના સાથે જોડાયેલી ખાંસી હોય તેમણે પીઠ પર સૂવાનું ટાળવું જોઈએ, જે રાહત મેળવવાનો શ્રેષ્ઠ માર્ગ છે. એવું માનવામાં આવે છે કે તમારી પીઠ પર સૂવાથી તમારા ગળામાં લાળ જમા થઈ શકે છે, જે ખાંસીની સમસ્યા વધારી શકે છે. સૂતી વખતે આપણે એક બાજુ પર સૂવું જોઈએ અને જો તમે પલંગ પર સૂતા ન હોવ તો તમને સીધા બેસવાની સલાહ આપવામાં આવે છે. બીજી રીત છે કે તમારા માથા અને ગરદનને સહેજ ઊંચા કરવા માટે બે ગાદલાનો ઉપયોગ કરો.

તમે ઉધરસને દૂર કરવા માટે એક ચમચી મધ અને સાથે હળદર લઈ શકો છો, પરંતુ એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મધ ન આપો. જો ઉધરસની સારવાર ન કરવામાં આવે તો સમય જતાં તે ગંભીર રૂપ ધારણ કરી શકે છે. જેમાં તમને વધુ પડતી બળતરા અને ગળામાં સોજો પણ આવી શકે છે. જો ઉધરસ દૂર થતી નથી તો તમારે ફેમિલી ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles