fbpx
Thursday, March 23, 2023

આજે પણ અહીં સીતાજીનો ચૂલો જોવા મળે છે! જાણો ચિત્રકટના સિતારસોઇ મંદિરનું રહસ્ય

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

ચિત્રકૂટ એટલે તો એ ધરા કે જ્યાં શ્રી રામનું નામ અવિરત ગુંજતું રહે છે. વાલ્મીકિ રામાયણમાં ઉલ્લેખ અનુસાર તેમના વનવાસકાળના 14 માંથી 11 વર્ષ રામ, સીતા અને લક્ષ્‍મણે ચિત્રકૂટની પાવની ધરા પર જ વિતાવ્યા હતા.

અહીં સિયારામના સ્પંદનો આજે પણ સચવાયેલા છે. ચિત્રકૂટનો થોડો ભાગ ઉત્તર પ્રદેશમાં અને થોડો ભાગ મધ્ય પ્રદેશમાં પડે છે. પણ, અમારે આજે ચિત્રકૂટના એ સ્થાનકની વાત કરવી છે કે જ્યાં દેવી સીતા વનદેવીના રૂપે પૂજાઈ રહ્યા છે ! આ એ સ્થાન છે કે જ્યાં માતા સીતાની ઘરવખરી આજે પણ અકબંધપણે સચવાયેલી છે.

ચિત્રકૂટના રામઘાટથી લગભગ 3 કિ.મી.ના અંતરે હનુમાનધારા નામે પહાડી આવેલી છે. આ પર્વત તેના અદભુત સૌંદર્ય માટે પ્રસિદ્ધ છે. કહે છે કે જે વ્યક્તિ એકવાર આ પહાડી પરથી ચિત્રકૂટની મનોહરતાને નિહાળી લે છે, તેનો તમામ થાક અને વિષાદ હરાઈ જાય છે. આ પહાડી ઉપર જ સીતારસોઈ મંદિર આવેલું છે. કે જેમાં પ્રવેશતા જ દૃશ્યમાન થાય છે એક અત્યંત સાંકડી ગલી. કોઈ ગુફાના પ્રવેશદ્વાર જેવી આ સાંકડી ગલીમાં જ આવેલું છે રામપ્રિયાનું રસોડું. આ એ રસોડું છે કે જેમાં આજે પણ માતા સીતાની ઘરવખરી સચવાયેલી છે.

પ્રચલીત કથા અનુસાર રામ, લક્ષ્‍મણ, જાનકીએ અહીં પૂરાં છ માસ નિવાસ કર્યો હતો. તે સમયે ચિત્રકૂટના અલગ-અલગ સ્થાન પર પાંચ મહર્ષિઓનો વાસ હતો. ઋષિ અત્રિ, ઋષિ અગસ્ત્ય, સુતીક્ષ્‍ણ મુનિ, સરભંગ મુનિ અને મુનિ વાલ્મીકિ. આ પાંચેય ઋષિઓ શ્રીરામચંદ્રજીના દર્શનની અભિલાષાથી હનુમાનધારા આવ્યા. દંતકથા તો એવી પણ છે કે આ પંચ ઋષિઓનો સર્વ પ્રથમ મેળાપ ચિત્રકૂટના આ જ સ્થાન પર થયો હતો. અને શ્રીરામ-જાનકીએ તેમનો અહીં જ અદકેરો આતિથ્ય સત્કાર કર્યો હતો. અહીં ભક્તોને સીતાજીના ચૂલાના પણ દર્શન થાય છે. કહે છે કે ચિત્રકૂટના આ જ ચૂલે માતા સીતાએ પંચ મહર્ષિઓ માટે કંદમૂળ રાંધ્યા હતા !

આજે આ સ્થાન પર ભક્તોને રામ, લક્ષ્‍મ, જાનકીના દિવ્ય રૂપના દર્શન થઈ રહ્યા છે. દેવી સીતા અહીં વનદેવીના રૂપે પૂજાય છે. અહીં માતાને બંગડીઓ અર્પણ કરવાનો સવિશેષ મહિમા છે. સાથે જ અહીં માતા સીતાને માનતાની ઘરવખરી અર્પણ કરવાનો મહિમા છે. કહે છે કે તેનાથી દેવી સીતા ભક્તોને તમામ મુસીબતથી મુક્તિની પ્રાપ્તિ કરાવે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles