fbpx
Saturday, April 20, 2024

જો તમે ‘કોફી’ પીવાના શોખીન છો, તો જાણો બ્લેક કોફી પીવાના ફાયદા અને ગેરફાયદા?

ચા પછીનું લોકપ્રિય પીણું “કોફી” છે. ઘણા લોકોને સવારે ઉઠીને તરત કોફી પીવાની ટેવ હોય છે. એટલે કે કોફી પીધા વગર તેમની સવાર નથી પડતી. દૂધ કે ખાંડ ઉમેર્યા વિના બે થી ત્રણ કપ બ્લેક કોફી પીવાથી યકૃતના રોગોનું જોખમ ઓછું થાય છે. નિષ્ણાંતો કહે છે કે બ્લેક કોફી પીવાથી લીવરના કેન્સરનું જોખમ પણ ઓછું થાય છે. બ્લેક કોફીમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન બી 5, વિટામિન બી 3,  રેબોફ્લેવિન વિટામિન બી 2 હોય છે.

કોફી પીવાના જાણો ફાયદા
થાક દૂર કરો
વધુ પડતું કામ અને બહારના નાસ્તાને કારણે શરીરમાં ઉર્જા નથી રહેતી…તેથી શરીરમાં બહુ જ થાક લાગે છે..થાક લાગે ત્યારે તમને કંઈ સુઝતું નથી..તેવામાં એક કપ કોફી પીશો તો તમને  થાકનો અનુભવ નહીં થાય.. કોફી તણાવ મુક્ત કરવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.

કેન્સર માટે લાભદાયી
કોફી ચામડીના કેન્સર ને દુર કરવા માટે ખુબ જ લાભદાયી છે. જે લોકો દિવસમાં 3 કપ કોફી પીવે છે. તેમને ત્વચાનું કેન્સર થવાનો ખતરો ઘણો ઓછો થઇ જાય છે. કોફી લીવર કેન્સરમાં પણ મદદરૂપ સાબિત થાય છે.

સફેદ વાળ અટકાવવા
15 થી 16 વર્ષના યુવાનોના વાળ ઘોળા થવા એ કોઈ મોટી વાત નથી. પ્રદૂષણ અને ભેળસેળ યુક્ત ખોરાક ખાવાથી નાની ઉંમરમાં જ યુવાનોના વાળ ધોળા થઈ જાય છે. ધોળા વાળથી છુટકારો મેળવવા માટે ઘરેલુ ઉપાયકોફી છે. કોફી પીવાથી અથવા વાળમાં લગાવવાથી કોઈ આડઅસર થતી નથી. કોફી માં ફોલિકલ્સ જોવા મળે છે. તેનાથી વાળ મૂળ માંથી જ મજબૂત બને છે. અને અકાળે સફેદ થતાં અટકાવે છે.

કેવી રીતે માથામાં લગાવશો કોફી
5 ચમચી મહેંદી, 1 ચમચી કોફી અને એક કપ પાણીને સરખી રીતે મિક્સ કરીને 15 દિવસે એક વાર લગાવવી. અને તેને 3 થી 4 કલાક સુધી માથામાં રાખવી.

વજન ઘટાડો
ફેટી બોડી વાળા યુવકો માટે કોફી બેસ્ટ છે. કોફી માં રહેલ કૈફીન આપણા શરીર માં રહેલ ચરબી ઘટાડે છે. જે લોકો વજન ઓછુ કરવા માંગે છે તે કોફીની મદદથી વજન ઓછું કરી શકે છે. જલ્દીથી વજન ઓછું કરવું હોય તો ખાંડ વિના બ્લેક કોફી પીવો. કોફી તમારા પેટને અંદર રાખવામાં પણ મદદ કરે છે. પેટ સાફ રહે છે. કોફી એ મૂત્રવર્ધક પીણું છે. ખાંડ વિના બ્લેક કોફી પીવાથી ઝેર અને બેક્ટેરિયા થી શરીર દૂર રહે છે અને પેટ સાફ પણ રહે છે.

ડાયાબિટીસના દર્દી માટે
કોફી ડાયાબિટીસના દર્દી માટે પણ ખુબજ ફાયદાકારક છે. દિવસ માં ૩ થી ૪ કપ કોફી પીવાથી ડાયાબિટીસનું જોખમ ૫૦ % સુધી ઘટી જાય છે. તેના ઉપયોગથી શરીરમાં પોલિફેનલ બની શકે છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે.

જીવન લાંબુ થશે
કોફીના બેથી વધારે કપ તમને લાંબુ જીવન આપી શકે છે. એટલે જો તમે દરરોજ બે કપ કોફી પી રહ્યા છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. જો તમે કોફી દરરોજ પીવો છો અથવા લાંબા સમય થી તેનું સેવન કરી રહ્યા છો તો તમારી ઉંમરમાં ઘણો વધારો થાય છે.હવે જાણીશું કોફી પીવાથી કોને થાય છે નુકસાન

પ્રેગ્નેટ મહિલા
ઘણા લોકોને કોફી પીવાની આદત હોય છે. પણ કોઈ પણ વસ્તુનું સેવન શરીર માટે વધારે પ્રમાણ સારૂ નથી. તેમજ પ્રેગ્નેટ મહિલાઓને ક્યારેય કોફી ન પીવી જોઇએ, તેમના માટે તે હાનિકારક સાબિત થઇ શકે છે.કોફીના વધારે પડતા સેવન થી ગર્ભપાત, નવજાત બાળકનું વજન ઓછુ થવું તેવા પ્રોબ્લેમ ઉભા થાય છે.કોફીમાં કૈફીન નામનું દ્રવ્ય રહેલું હોય છે. જેનું વધારે પડતું સેવન શરીરની નસો ને કમજોર કરી નાખે છે. જેના કારણે ગભરાટ,નિરાશા અને ડિપ્રેશન જેવી સમસ્યા પણ ઉત્પન થઈ શકે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles