fbpx
Friday, April 26, 2024

જો તમે દાંતની સમસ્યાથી પરેશાન છો તો આ 3 ઘરેલું ઉપાય તમારી પરેશાનીઓ દૂર કરશે

દાંત કાળા પડી ગયા છે અને તમે આ સમસ્યાથી છૂટકારો મેળવવા માંગો છો. પરંતુ તમારી પાસે કોઈ ખાસ ઉપચાર નથી, તો આ ત્રણ ઉપચાર અપનાવો અને જલ્દીથી છૂટકારો મેળવો. દાંતની સમસ્યા એક એવી સમસ્યા છે જે આપણા ખોરાકનો ટેસ્ટને બગાડે છે અને આપણે સંપૂર્ણ મને તેનો આનંદ માણી શકતા નથી. દાંતમાં સડો થવાથી દાંત કાળા પડી જાય છે. ઘણી વખત આ સમસ્યા દાંત સાફાઈ ન કરવાને કારણે પણ થાય છે. આ સમસ્યાને બને એટલી વહેલી દૂર કરવી જોઇએ. નહીં તો બાકીના દાંત પણ ખરાબ શકે છે. હકીકતમાં ચોકલેટ કે મીઠી વસ્તુઓ વધુ ખાવાથી દાંતમાં બેકટેરિયા વધવા લાગે છે. જેનાથી ટૂથ કેવિટી થાય છે.

આવો જાણીએ આ સમસ્યાને દૂર કરવા માટે ઘરેલું ઉપચાર…

મુલેઠીથી થશે ફાયદો
કેવિટીને જલ્દી દૂર કરવા માટે તમે મુલેઠી પાવડરનો ઉપયોગ કરી શકો છો, આ માટે તમારે મુલેઠી ખરીદો અથવા મુલેઠીના મૂળનો ઘરે જ પાવડર બનાવી લો. ત્યારબાદ તેનાથી બ્રશ કરો અને કોગળા કરો, જલ્દીથી કેવિટીથી છૂટકારો મેળવી શકો છો.

લીમડાના દાંતણથી થશે ફાયદો
ગામડાના લોકો મોટાભાગે લીમડાના દાંતણનો ઉપયોગ કરતા હયો છે અને તેમે જોયું જ હશે કે તેમને દાંત સંબંધિત કોઈ સમસ્યા થતી નથી. તેથી તમારે દરરોજ સવારે લીમડાના દાંતણનો ઉપયોગ કરવો જોઇએ. જે કેવિટીને દૂર કરવા અને દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

હર્બલ પાવડર
હર્બલ પાવડર ઘરે સરળતાથી તૈયાર કરી શકાય છે. તેના માટે તમે 2 ચમચી આમળા, એક ચમચી લીમડો, અડધી ચમચી તજ પાવડર, બેકિંગ સોડા અને અડધી ચમચી લવિંગ પાવડર મિક્સ કરો. દરરોજ તેનાથી તમારા દાંત સાફ કરો. જલ્દીથી દાંતમાંથી કેવિટીની સમસ્યા અને લોહી નીકળવાની સમસ્યા દૂર થઈ જશે.

નાળિયેરના તેલથી થશે ફાયદો
તમે જોયું હશે કે લોકો મોઢામાંથી આવતી દુર્ગંધને દૂર કરવા માટે નાળિયેરના તેલનો ઉપયોગ કરે છે. જોવામાં આવે તો નાળિયેરના તેલથી કોગળા કરવાથી પ્લેક, બેક્ટેરિયા અને સડો દૂર થાય છે અને કેવિટીને દૂર કરવામાં સૌથી શક્તિશાળી ઉપાય છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles