fbpx
Friday, April 26, 2024

આ 4 સૌથી મોટા કારણ છે જેના કારણે પત્ની આખરે પતિ પર શંકા કરે છે

વૈવાહિક જીવનને લાંબા સમય સુધી સુખી રાખવા માટે પતિ અને પત્ની વચ્ચે વિશ્વાસ હોવા ખુબ જ જરૂરી છે નહીં તો સંબંધનું ટકવું ઘણું મુશ્કેલ બની જાય છે. ઘણી વખત આપણે જોયું છે કે એક નાની વાત પણ મોટી તીરાડ ઉભી કરી શકે છે, જેને સમાન્ય રીતે નંજરઅંદાજ કરવામાં આવે છે. ભારતીય સમાજમાં મોટાભાગના પુરૂષ નોકરીયાત હોય છે અને મહિલાઓ હાઉસવાઈફનો રોલ અદા કરતી હોય છે. દિવસભરના કામકાજને લઇને પતિ સાથેનું અંતર પત્નીને પરેશના પણ કરે છે. દિવસમાં લગભગ 10 કલાકની જુદાઈ અને અન્ય કોઈ ભૂલના કારણે સંબંધમાં ખટાસ પેદા થવા લાગે છે. આવો જાણીએ આખરે પત્ની તેના પતિ પર કેમ શક કરે છે.

પતિ પર કેમ શંકા કરે છે પત્ની?
1. પરસ્પર વાત ઓછી કરવી

તમારા લગ્નને થોડા મહિના થયા હોય કે વર્ષ, પતિ અને પત્ની વચ્ચે વાતચીત થવી જરૂરી છે. જો કોઈ મુશ્કેલી હોય તો એકબીજાની વચ્ચે મામલો ઉકેલવો એ વધુ સારો ઉપાય છે. જો પુરૂષ તેની વ્યસ્ત લાઈફના કારણે વાઈફ સાથે ઓછી વાત કરશે તો સંબંધ તૂટવાનો જ છે.

2. છોકરીઓ સાથે મિત્રતા મંજૂર નથી
મિત્રતા એક એવો સંબંધ છે જે લગ્ન પછી  પણ રહી શકે છે. સમાન્ય રીતે જ્યારે પુરૂષ કોઈ મહિલા મિત્ર સાથે વાત કરે છે તો ઘણી વખત તેમની પત્નીને ગમતું નથી. જેના કારણે ઝગડો થાય છે અથવા ઝગડા વધવા લાગે છે. આ માટે જરૂરી છે કે પતિ તેની પત્નીને વિશ્વાસ અપાવે કે તે તેમના માટે કોઈપણ મિત્ર કરતાં વધુ છે.

3. મોબાઈલથી વળગી રહેવું
દરેક પત્ની ઇચ્છે કે તેનો પતિ ઘરે આવ્યા બાદ તેની સાથે વાત કરે અને તેની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરે, પરંતુ કેટલાક પુરૂષ મોબાઈલથી પોતાનો લગાવ છોડી શકતા નથી અને આ ગેજેટથી વળગી રહે છે. જો પુરૂષ તેમનો ફોન જોઇને વધારે પડતા હસી રહ્યા છે તો પત્નીને શંકા વધી જાય છે. તેથી ફોન કરતા વધારે સમય તમારા લાઈફ પાર્ટનર સાથે વિતાવો.

4. એક્સ ગર્લફ્રેન્ડ વિશે વાત ન કરવી
ભલે લગ્ન પહેલા તમે રિલેશનશીપ રહ્યા હોવ, પરંતુ લગ્ન પછી કોઈપણ પુરૂષ માટે સૌથી ખાસ શખ્સ તેની પત્ની હોવી જોઇએ. સારું રહેશે કે જ્યારે પણ તમે તમારી પત્ની સાથે બેઠા હોવ ત્યારે તમારી એક્સ ગર્લફ્રેન્ડ વિશે વાત ન કરો, નહીં તો પત્નીને લાગશે કે તમે આજે પણ તેને મિસ કરી રહ્યા છો અને તેની ભૂલી શકતા નથી. જે મહિલાઓના દિલમાં શંકા પેદા કરી શકે છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles