fbpx
Friday, March 29, 2024

તમારું સામાન્ય જ્ઞાન કેટલું પરિપક્વ છે, મને કહો કે ટોઇલેટ માટે નાની આંગળી કેમ બતાવવામાં આવે છે…

તમે નાનપણમાં શાળામાં ટોયલેટ જવા માટે શિક્ષકને કહેવા કરતા નાની આંગળી બતાવી હશે. પ્રાઈમરી સ્કૂલના બાળકો May I go to toilet બોલતા સમયે હાથની નાનકડી આંગળીનો સંકેત આપે છે. જેને આપણે મેનર્સ કહીએ છીએ. આજે પણ અનેક લોકો ટોયલેટ જવા માટે આ આંગળીનો ઉપયોગ કરે છે. ટોયલેટ માટે આંગળીનો ઉપયોગ યુનિવર્સલ છે. પણ શું તમે જાણો છો કે ટોયલેટ જવાના સંકેત તરીકે નાનકડી આંગળીનો જ કેમ ઉપયોગ થાય છે. તમારું જનરલ નોલેજ કેટલું પાક્કુ છે તે આજે ચકાસી લઈએ. 

આ માટે તમારે હાથની પાંચ આંગળીઓ વિશે જાણી લેવુ જરૂરી છે. બહુ ઓછા લોકો જાણે છે કે, હાથની સૌથી ટચલી અને સૌથી છેલ્લી આંગળીને સંસ્કૃતમાં કનિષ્ઠા અને અંગ્રેજીમાં BABY finger કહેવાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૌથી નાનકડી આંગળીને જળ તત્વ કહેવામાં આવી છે. તો મેડિકલ સાયન્સ અનુસાર, બેબી ફિંગર કે લિટલ ફિંગરનું ડાયરેક્ટ કનેક્શન કિડની સાથે હોય છે. અને શરીર વિજ્ઞાન મુજબ, કિડની આપણા રક્તને સાફ કરવાનું કામ કરે છે. શરીરમાં રહેલા દૂષિત જળ પદાર્થોને રક્તથી અલગ કરીને વિસર્જિત કરવા માટે આગળ મોકલે છે. આ કારણે બાથરૂમના સંકેત તરીકે નાની આંગળીનો ઉપયોગ કરવામા આવે છે. 

એક્યુપ્રેશરમાં નાની આંગળીનો ઉપયોગ
તમારા હાથની નાનકડી આંગળની સીધુ કનેક્શન કિડની અને માથા સાથે હોય છે. લિટલ ફિંગરને એક્યુપ્રેશર કરવાથી કિડની એક્ટિવ થાય છે. સરળ શબ્દોમાં કહીએ તો તેનાથી કિડની સ્વસ્થ રહે છે. જો તમારા માથામાં દુખાવો થઈ રહ્યો હોય અને તમને કોઈ બીમારી નથી તો બેબી ફિંગરને એક્યુપ્રેશર કરવાથી અથવા તેના પર મસાજ કરવાથી તમારો માથાનો દુખાવો ગાયબ થઈ જશે. 

તો બીજી તરફ, હસ્તરેખા જ્યોતિષમાં સૌથી નાની આંગળી (તર્જની આંગળી) ની લંબાઈ જોઈને તમે તમારા સ્વભાવ વિશે પણ માલૂમ કરી શકો છો. નાની આંગળી માણસના સ્વભાવના રાઝ ખોલે છે.  

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles