fbpx
Thursday, April 25, 2024

શું તમે જાણો છો કે મચ્છર કરડવાથી કેમ ખંજવાળ આવે છે? વાંચો શું છે કારણ

શું તમે પણ મચ્છર કરડવાથી થતી ખંજવાળથી પરેશાન કરે છે. હજુ ચોમાસાની સીઝન સંપૂર્ણ ગઇ નથી, મચ્છરોનો ઉપદ્રવ ખુબ વધી ગયો છે. જેના કારણે બિમારી ફેલાય છે પરંતુ શું તમે જોણો છો કે બધી મચ્છરો નથી કરડતા માત્ર થોડી જ જાતીના મચ્છર કરડે છે, તેમના કરડવાથી રોગો થાય છે, પરંતુ સામાન્ય મચ્છર કરડવાથી ખંજવાળ જરૂર આવે છે.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મચ્છર કરડવાથી ખંજવાળ કેમ આવે છે? જો ના… તો આજે અમે તમને સાચો જવાબ જણાવી રહ્યા છીએ…

મચ્છર કરડ્યા પછી ખંજવાળનું રહસ્ય જણાવતા પહેલા, ચાલો તમને મચ્છર સંબંધિત રસપ્રદ તથ્યો જણાવીએ. વાસ્તવમાં માત્ર માદા મચ્છર જ મનુષ્યનું લોહી ચૂસે છે, નર મચ્છર નથી કરતા. માદા મચ્છર ઈંડાના કારણે લોહી ચુસે છે, કારણ કે તેમને તેની જરૂર હોય છે. વિશ્વભરમાં મચ્છરોની લગભગ 3,500 પ્રજાતિઓ જોવા મળે છે. પરંતુ આમાંની મોટાભાગની જાતિઓ મનુષ્યોને બિલકુલ પરેશાન કરતી નથી. આ એવા મચ્છર છે જે ફળો અને છોડના રસ પર જ જીવે છે.

હવે આપણે જાણીએ છીએ કે મચ્છર કરડ્યા પછી ખંજવાળ કેમ આવે છે. મચ્છરની ચાંચ ઇન્જેક્શનની જેમ કામ કરે છે.તેના કરડવાથી તે જગ્યા એ એક નરી આંખએ ન દેખાય તેવો હોલ બની જાય છે. પરંતુ તે જગ્યાએ લોહિ ગંઠાઇ જતું નથી કારણ કે તેઓ શરીરમાં પોતાની થોડી લાળ છોડે છે. આ લાળ એન્ટીકોએગ્યુલન્ટ તરીકે કામ કરે છે .તે શરીરમાં ખંજવાળ અને લાલાશનું કારણ બને છે. એવું કહી શકાય કે મચ્છર કરડવાથી થતી ખંજવાળ મચ્છરની લાળમાં રહેલા રસાયણોને કારણે થાય છે.

જો આપણે મચ્છરોના જીવન વિશે વાત કરીએ, તો મચ્છર 2 મહિનાથી વધુ જીવવા માટે સક્ષમ નથી. બીજી તરફ માદા મચ્છર નર મચ્છર કરતાં ઘણું લાંબુ જીવે છે. જો આપણે નર મચ્છરના જીવન વિશે વાત કરીએ, તો તે ફક્ત દિવસો સુધી જીવે છે અને માદા મચ્છર 6 થી 8 અઠવાડિયા સુધી જીવે છે. વાસ્તવમાં માદા મચ્છર દર ત્રણ દિવસે ઈંડા મૂકે છે અને માદા મચ્છર લગભગ 2 મહિના જીવી શકે છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles