fbpx
Wednesday, April 24, 2024

આ સમયે રોજ એક ચમચી કાળા તલ ખાવાનું ભૂલશો નહીં, બ્લડપ્રેશરની આ મોટી બીમારીથી મળશે રાહત

કાળા તલ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. કાળા તલ સ્વાસ્થ્યને લગતી અનેક બીમારીઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. કાળા તલ તમે રોજ તમારા ડાયટમાં એડ કરો છો તો અનેક ઘણી બીમારીઓને તમે દૂર કરી શકો છો. કાળા તલમાં પોલિસેચ્યુરેટેટ ફેટી એસિડ હોય છે. આ સાથે જ કાળા તલમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો હોય છે જે શરીરને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. એક અહેવાલ મુજબ રોજ સવારમાં 7 થી 8 વચ્ચે કાળા તલ ખાઓ છો તો સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. તો જાણો તમે પણ કાળા તલના આ અઢળક ફાયદાઓ વિશે અને રૂટિનમાં સામેલ કરો.

હાડકાંને મજબૂત કરે

કાળા તલ રોજ સવારમાં ખાવાથી તમારા હાડકાં મજબૂત થાય છે. આ સાથે જ તમને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે. કેલ્શિયમ મળવાથી હાંડકા સ્ટ્રોંગ થાય છે અને સાથે થાક પણ લાગતો નથી. તમે રોજ સવારમાં તમારા બાળકને પણ કાળા તલ ખવડાવી શકો છો.

બ્લડ પ્રેશર

તમને બ્લડ પ્રેશરની તકલીફ છે તો કાળા તલનું સેવન તમે પણ કરો. કાળા તલમાં રહેલા તત્વો બ્લડ પ્રેશરને કંટ્રોલમાં કરવાનું કામ કરે છે. જો તમને બ્લડ પ્રેશરની તકલીફ છે તો તમે રોજ સવારમાં એક ચમચી હુંફાળા પાણી સાથે તલ ફાંકી લો. આમ કરવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે અને શરીર પણ અંદરથી સારું રહે છે.

એનર્જી રહે

તમે કાળા તલ દિવસમાં એક વાર ખાઓ છો તો તમારામાં ભરપૂર એનર્જી રહે છે. કાળા તલમાં કેલ્શિયમથી લઇને બીજા તત્વો ભરપૂર પ્રમાણમાં હોવાથી તમારી બોડીમાં અલગ જ પ્રકારની એનર્જી પેદા કરે છે. આમ, તમે દિવસમાં ગમે તેટલું કામ કરો છો તો પણ તમને થાક લાગતો નથી અને તમે ફ્રેશ રહો છો.

કબજીયાત

તમે કબજીયાતની તકલીફથી કંટાળી ગયા છો તો કાળા તલ તમારી માટે સૌથી બેસ્ટ છે. દેખાવમાં નાના દેખાતા કાળા તલ શરીરની અનેક બીમારીઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. કબજીયાતની તકલીફને દૂર કરવા માટે તમે રોજ સવારમાં કાળા તલ હુંફાળા પાણી સાથે લઇ લો. તમે સતત 15 થી 20 દિવસ સુધી આ ઉપાય કરો છો તો તમને કબજીયાતની તકલીફમાંથી છૂટકારો મળી જાય છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles