fbpx
Saturday, April 20, 2024

આ આયુર્વેદિક નુસખાઓથી ચહેરા પર ત્વરિત ચમક આવશે, કરચલીઓ દૂર થશે અને ઉંમરની અસર દેખાશે નહીં.

ડલ અને કરચલીવાળો ફેસ કોઇ વ્યક્તિને ગમતો હોતો નથી. ઉંમર કરતા પહેલા ફેસ પર પડતી કરચલીઓ અને ડલ સ્કિન પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. આ કારણોમાં સ્ટ્રેસ,પ્રદુષણ અને અનહેલ્ધી ડાયટ પણ હોઇ શકે છે. ફેસને બ્રાઇટ અને ગ્લોઇંગ બનાવવા માટે માર્કેટમાં અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સ મળે છે જેના કારણે ફેસ પર ઇન્સ્ટન્ટ રિલીફ મળે છે અને ફેસ પર ગ્લો પણ આવે છે. આમ, ફેસને આકર્ષક બનાવવા માટે તમે પ્રાકૃતિક વસ્તુઓનો ઉપયોગ કરો છો તો તમને રિઝલ્ટ સારું મળે છે અને કોઇ પણ પ્રકારની સાઇડ ઇફેકટ્સ પણ થતી નથી. આર્યુવેદમાં ઘણાં એવા નુસ્ખાઓ હોય છે જે તમારી ડલ સ્કિનને એક્સફોલિએટ કરીને જવાન બનાવવાનું કામ કરે છે.

વારંવાર ફેશિયલ ના કરાવો

ઘણાં લોકો ફેસ પરની કરચલીઓ દૂર કરવા અને સ્કિનને ટાઇટ કરવા માટે રેગ્યુલર ફેશિયલ કરાવતા હોય છે. તમને જણાવી દઇએ કે ફેશિયલ કરાવવાથી માંસપેશીઓ ટાઇટ થઇ જાય છે જેના કારણે સ્કિનને લાંબા ગાળે નુકસાન થાય છે. આમ, તમે રેગ્યુલર ફેશિયલ કરાવવાની જગ્યાએ તમે ક્લીન અપ કરાવી શકો છો.

ત્રણ વાતનું ધ્યાન રાખો

ફેસને યંગ બનાવવા અને કરચલીઓ દૂર કરવા માટે આ ત્રણ વસ્તુઓનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે, જેમાં પિત્ત, વાયુ અને કફ દ્રારા સ્કિનની દેખભાળ કરવી ખૂબ જરૂરી છે. આ ત્રણ ગુણોમાં અસંતુલનને કારણે સ્કિન સંબંધીત સમસ્યાઓ થઇ શકે છે.

તમારા શરીરમાં પિત્ત વધારે થાય છે તો સ્કિન ડલ પડવા લાગે છે અને સાથે કરચલીઓ પણ વહેલા પડે છે. આ માટે શરીરમાં પિત્ત કેવી રીતે ઓછુ થાય એ મહત્વની બાબત છે. તમને કફની તકલીફ છે તો તમે ગરમ તેલથી સ્કિન પર મસાજ કરો.

પાણી પીઓ

પાણી શરીરને હાઇડ્રેટ રાખવાનું કામ કરે છે. જે લોકો પાણી ઓછુ પીવે છે એમને સ્કિનને લગતી સમસ્યાઓ થવાનું જોખમ બહુ વધી જાય છે.

આ માટે દિવસમાં બને એમ વધારેમાં વઘારે પાણી પીવો. પાણી પીવાથી સ્કિનને લગતી અનેક સમસ્યાઓ દૂર થાય છે અને બોડી હાઇડ્રેટ રહે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles