fbpx
Friday, April 26, 2024

ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખવા માટે આ 5 ફેસ માસ્ક શ્રેષ્ઠ છે, નિયમિત ઉપયોગ કરો

ત્વચાને સ્વસ્થ રાખવા માટે એક પ્રોપર સ્કિન કેર રૂટિન હોવું જરૂરી છે. કોઈ પણ સ્કિન કેર રૂટિનમાં ફેસ માસ્કનો ઉપયોગ કરવો ખુબ ફાયદાકારક હોય છે. ફેસ માસ્કથી ચહેરાની ત્વચા માત્ર સાફ થાય છે, પરંતુ ગ્લો પણ આવે છે. જો કે, ફેસ માસ્ક પસંદ કરતી વખતે ખુબ ધ્યાન રાખવું જોઈએ. ઘણી વખત સ્કિન ટાઈપને ધ્યાનમાં રાખ્યા વગર કોઈ પણ બ્યુટી પ્રોડક્ટનો ઉપયોગ કરવું નુકસાન કારક સાબિત થઇ શકે છે. અમે અહીં તમને જણાવી રહ્યા છે કે તમે સ્કિનને હેલ્ધી કેવી રીતે રાખી શકો અને કયા ફેસ માસ્ક અને ફેશિયલ શિટનો ઉપયોગ કરી શકો છો.

શિયાળામાં ત્વચા શુષ્ક બની જાય છે અને તેને વધુ હાઇડ્રેશનની જરૂર પડે છે, જ્યારે ઉનાળા, ચોમાસામાં તમારી ત્વચાને ફેસ માસ્કની જરૂર હોય છે જે ત્વચામાંથી વધારાનું ઓઇલ શોષી લે છે. આવી સ્થિતિમાં ફેશિયલ માસ્ક અથવા શીટ તમારે કામ આવી શકે છે. તેના નિયમિત ઉપયોગથી ખીલ પણ ઓછા થાય છે, ત્વચાની ચમક વધે છે. વધારાનું તેલ બનવું કંટ્રોલમાં આવે છે અને ડ્રાય સ્કિન હાઇડ્રેટેડ રહે છે.

ક્રીમ માસ્કનો યુઝ કરો

ક્રીમ-બેસ્ડ માસ્ક સામાન્યથી શુષ્ક ત્વચા માટે અદ્દભુદ કામ કરે છે. આ માસ્ક ત્વચામાં ભેજ અને હાઇડ્રેશન જાળવી રાખે છે, જેનાથી ત્વચા નરમ અને સ્વચ્છ દેખાય છે. ક્રીમ-બેસ્ડ માસ્ક પસંદ કરતી વખતે એસેન્શીયલ ઓઇલ અને નેચરલ બટર જેવા ઘટકો શામેલ છે કે કેમ તેના પર ધ્યાન આપો.

જેલ માસ્ક લગાવો

જેલ માસ્ક જેન્ટલ, હળવા અને ખૂબ જ હાઇડ્રેટિંગ હોય છે. આ માસ્ક સંવેદનશીલ અને ડીહાઇડ્રેટેડ સ્કિન માટે બેસ્ટ છે. જેલ માસ્ક ઝડપથી શોષાય છે અને ત્વચામાં ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે. કાકડી, ગ્રીન ટી અને ફુદીના જેવા ઘટકોથી બનેલા જેલ માસ્ક ખરીદો, કારણ કે તે સંવેદનશીલ ત્વચા માટે સારા છે. તમારી ત્વચાને કોમળ રાખે છે.

ક્લે માસ્કનો ઉપયોગ કરો

ઓઈલી અને ખીલ વાળી સ્કિન માટે ક્લે માસ્ક સ્કિનમાંથી તેલના સ્ત્રાવને નિયંત્રિત કરે છે. તેલના સ્તરને સંતુલિત કરે છે. આ માસ્ક ધૂળ, પ્રદૂષકો, બ્લેકહેડ્સ અને ગંદકીથી છુટકારો મેળવવા તેમજ ત્વચાને ચીકણો અને મુલાયમ રાખવામાં અસરકારક છે. લેક્ટિક અને સાઇટ્રિક એસિડ સાથેનું આ માસ્ક ઓઈલી સ્કિન માટે આદર્શ છે.

પીલ ઓફ માસ્ક

જો તમે ત્વચા પર ઇન્સ્ટન્ટ ગ્લો મેળવવા માંગતા હો, તો પીલ ઑફ માસ્કનો ઉપયોગ કરવો વધુ સારો વિચાર રહેશે. તે ત્વચાના ઉપરના સ્તરમાંથી મૃત ત્વચાના કોષો, ધૂળ, વ્હાઇટહેડ્સ, બ્લેકહેડ્સ, પ્રદૂષકો અને તેલને દૂર કરે છે. આ માસ્ક સામાન્ય રીતે ફળો અથવા છોડ પર આધારિત હોય છે અને તેને બનાવવા માટે કુદરતી ઘટકોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે દરેક પ્રકારની ત્વચાના લોકો તેને લગાવી શકે છે.

એક્સ્ફોલિએટિંગ માસ્ક

એક્સ્ફોલિએટિંગ માસ્કમાં ગ્લાયકોલિક એસિડ, લેક્ટિક એસિડ પપૈયા, અનાનસ જેવા ફળોમાંથી ઉત્સેચકો હોય છે, જે ત્વચાના એક્સ્ફોલિયેશન અને ત્વચાને તેજસ્વી કરવામાં મદદ કરે છે. ચારકોલ એક્સ્ફોલિએટિંગ માસ્ક ખીલ અને ત્વચાના બ્રેકઆઉટ્સને અટકાવે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles