fbpx
Friday, March 29, 2024

શરદ પૂનમની ચાંદની રાતમાં છુપાયેલી ઔષધીય શક્તિ, જાણો શરદ પૂનમ પર દૂધપૌંઆ ખાવાનું વૈજ્ઞાનિક મહત્વ

કાલે શરદ પૂનમ છે ત્યારે આ દિવસે દૂધપૌંઆ ખાવાનું અનેક રીતે મહત્વ રહેલું છે. દૂધપૌંઆ ખાવાની બહુ જ મજા આવે છે. આ દિવસે દરેક લોકોએ ખાસ કરીને દૂધપૌંઆ ખાવા જોઇએ. પરંતુ શું તમે જાણો છો આ દિવસે કેમ દૂધપૌંઆ ખાવામાં આવે છે? શું  તમે જાણો છો આ દિવસે દૂધપૌંઆ ખાવાથી હેલ્થને શું થાય છે ફાયદાઓ? તો આ વિશે તમે પણ જાણી લો અને કાલે ઘરે દૂધપૌંઆ બનાવીને તમે ખાઓ અને તમારા પરિવારને પણ ખવડાવો. આર્યુવેદ અનુસાર પણ દૂધપૌંઆ ખાવાનું મહત્વ રહેલું છે.

આમ, જો વાત કરીએ તો શરદ પૂનમ એટલે વિક્રમ સંવત વર્ષની છેલ્લી પૂનમ. આ રાત્રે ચંદ્ર અને પૃથ્વી એકબીજાની નજીક આવી જાય છે. આમ, જો તમે આ દિવસે દૂધપૌંઆ ખાતા નથી તો તમારે અચુક ખાવા જોઇએ. તો જાણો તમે પણ શરદ પૂનમના દિવસે દૂધપૌંઆ ખાવાથી હેલ્થને શું ફાયદાઓ થાય છે.

તમને જણાવી દઇએ કે શરદ પૂનમે એટલે કે આ ઋતુમાં લોકો બીમાર વધારે પડે છે. આ સાથે આ ઋતુમાં શરદી-ખાંસી અને તાવ જેવી સમસ્યાઓ વધારે થાય છે. આ ઋતુમાં પિત્ત પણ વધારે થાય છે. પિત્ત જેવી અનેક સમસ્યાઓને દૂર કરવા માટે દૂધપૌંઆ પીવાનું મહત્વ અનેક રીતે રહેલું છે. શરદ પૂનમના દિવસે ચંદ્ર પૃથ્વીની નજીક હોવાથી પ્રકાશ અને ઠંડક આ દિવસે સૌથી વધારે હોય છે.

આમ, તમને જણાવી દઇએ કે દૂધ અને સાકરમાં પિત્તનાશક ગુણ હોય છે જે તમને પિત્ત જેવી સમસ્યામાંથી રાહત અપાવવાનું કામ કરે છે. આ દિવસે જ્યારે દૂધપૌંઆ ધાબામાં મુકવામાં આવે ત્યારે ચંદ્રનો સીધો પ્રકાશ દૂધમાં અને સાકર પડે છે જે પિત્તનો નાશ કરવામાં મદદ કરે છે. કહેવાય છે કે તમે આ દિવસે દૂધપૌંઆ ખાઓ છો તો દમની બીમારી થતી નથી અને જે લોકોને દમની બીમારી છે એમાંથી રાહત મળે છે.

આ સાથે જ અપચા જેવી સમસ્યામાંથી પણ છૂટકારો મેળવી શકો છો. તમારે ખાસ કરીને આ દૂધપૌંઆ બાળકોને પણ પીવડાવવા જોઇએ. બાળકોને પીવડાવવાથી ઇમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે અને સાથે આંખોનું તેજ વધે છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles