fbpx
Thursday, April 25, 2024

જ્યારે તમારા વાળમાં ડેન્ડ્રફ થાય તો સરસવનું તેલ અને દહીં મિક્સ કરીને વાળમાં લગાવો.

બદલાતી લાઇફ સ્ટાઇલની સૌથી મોટી અસર વાળ પર પડતી હોય છે. વધતું પ્રદુષણ વાળને ખરાબ કરવાનું કામ કરે છે. જેમાં ખાસ કરીને વાળમાં ખોડો થઇ જતો હોય છે. મોટાભાગના લોકોને વાળમાં ખોડો થવાની સમસ્યા રહેતી હોય છે. વાળમાં ખોડો થતાની સાથે જ હેર ફોલ થવા લાગે છે. હેર ફોલ થવાથી વાળ પાતળા થઇ જાય છે. આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે છોકરીઓ અનેક પ્રકારની ટ્રિટમેન્ટ કરાવતી હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે વાળમાં કેમિકલ પ્રોડક્ટ્સ નાંખવાથી વાળને લાંબા ગાળે નુકસાન થાય છે. આમ, તમે ખોડામાંથી છૂટકારો મેળવવા માટે તમે સરસિયાના તેલનો ઉપયોગ કરી શકો છો. તો જાણો સરસિયાના તેલનો કેવી રીતે ઉપયોગ કરશો.

દહીં સાથે મિક્સ કરો

ખોડામાંથી છૂટકારો મેળવવા માટે તમે તમારા વાળમાં સરસિયાના તેલ સાથે દહીં મિક્સ કરીને લગાવી શકો છો. દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે વાળમાંથી ખોડો દૂર કરવાનું કામ કરે છે.

આ રીતે ઉપયોગ કરો

સૌથી પહેલા એક વાટકી લો અને એમાં થોડુ દહીં લો. ત્યારબાદ આ દહીંમાં સરસિયાનું તેલ મિક્સ કરો. હવે આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણને 20 થી 30 મિનિટ સુધી વાળમાં લગાવેલું રાખો. ત્યારબાદ શેમ્પૂથી હેર વોશ કરી લો. ધ્યાન રહે કે વાળમાં કન્ડિશનર લગાવવાનું નથી.

લીંબુના રસમાં મિક્સ કરો

તમે સરસિયાનું તેલ લીંબુના રસમાં મિક્સ કરીને વાળમાં લગાવો છો તો સૌથી બેસ્ટ છે. આનાથી તમારા વાળનો ખોડો દૂર થઇ જાય છે.

આ રીતે ઉપયોગ કરો

આ માટે તમે સૌથી એક પહેલા વાટકી લો અને એમાં સરસિયાનું તેલ લો. ત્યારબાદ આ તેલમાં લીંબુનો રસ મિક્સ કરો. હવે આ બન્ને વસ્તુને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણને વાળમાં લગાવો અને 5 મિનિટ માટે મસાજ કરો.

હવે 20 થી 25 મિનિટ સુધી રહેવા દો અને પછી હેર વોશ કરી લો. હેર વોશ કરતી વખતે શેમ્પૂનો ઉપયોગ કરવાનો રહેશે. અઠવાડિયામાં તમે બે થી ત્રણ વાર આ મિશ્રણ વાળમાં લગાવી શકો છો.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles