fbpx
Thursday, April 25, 2024

રાત્રે વારંવાર પેશાબ કરવા માટે ઉઠવું પડે છે? તો કાળા તલ સાથે આ વસ્તુ ખાઓ, આ સમસ્યા દૂર થશે

ઘણાં લોકોને રાત્રે વારંવાર પેશાબ જવું પડતુ હોય છે. રાત્રે પેશાબ વારંવાર જવાને કારણે ઊંઘ ઉડી જાય છે. ઊંઘમાં ખલેલ પહોંચવાને કારણે બીજા દિવસે અનેક ઘણી તકલીફો થતી હોય છે. વ્યક્તિની જ્યારે ઊંઘ પૂરી ના થાય ત્યારે ખાસ કરીને બેચેની લાગવી, બીજા દિવસે ચક્કર આવવા જેવી અનેક પ્રકારની તકલીફો થતી હોય છે. આ માટે જરૂરી છે કે વ્યક્તિની રાત્રે ઊંઘ પૂરી થવી. રાત્રે વારંવાર બાથરૂમ ઘણાં યંગસ્ટર્સ લોકોને પણ જવું પડતુ હોય છે. એવું નથી કે આ સમસ્યા માત્ર ઘરડાં લોકોને જ હોય. આમ, જો તમને પણ રાત્રે વધારે વાર બાથરૂમ જવા ઉઠવું પડે છે તો આ ઘરેલું ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે. તો જાણો આ ઉપાયો વિશે તમે પણ.

કાળા તલ અને ગોળ

રાત્રે બાથરૂમ જવા વધારે વાર ઉઠવું પડે છે તો તમે કાળા તલ અને ગોળનું સેવન કરો. કાળા તલ આ સમસ્યા માટે સૌથી બેસ્ટ છે. કાળા તલ તમે નાના બાળકોને પણ આપી શકો છો. ઘણાં નાના બાળકો રાત્રે પથારીમાં પેશાબ કરી જતા હોય છે. આ માટે તમે એક ચમચી કાળા તલ અને અને એક ચમચી ગોળ ખાઇ લો.

આ ઉપાય સૌથી બેસ્ટ છે. કાળા તલ બાથરૂમ જવાની સમસ્યાને કંટ્રોલ કરે છે. આ માટે જ્યાં સુધી તમને આ સમસ્યામાંથી છૂટકારો ના મળે ત્યાં સુધી આ ઉપાય ચાલુ રાખો. કાળા તલનો પાવડર કરીને તમે બાળકોને પણ આપી શકો છો.

દહીં અને મધ

દહીં અને મધમાં રહેલા ગુણો તમારી આ સમસ્યાને દૂર કરવાની તાકાત ઘરાવે છે. આ માટે તમે એક વાટકીમાં દહીં લો અને એમાં અડધી ચમચી મધ નાંખો. ત્યારબાદ એક-એક ચમચીથી આ દહીં ખાઓ. ધ્યાન રહે કે આ દહીં તમારે ઉતાવળમાં ખાવાનું નથી.

આ દહીં તમારે એક જગ્યાએ બેસીને શાંતિથી ખાવાનું છે. આ દહીં ખાતી વખતે કોઇ પણ જાતની ઉતાવળ કરવાની નથી. જો તમે ઉતાવળ કરીને આ દહીં ખાઓ છો તો ફાયદો ઓછો થાય છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles