fbpx
Friday, March 29, 2024

ફટકડીનો પાઉડર બનાવીને ચહેરા પર આ રીતે લગાવો, પિમ્પલ્સ + કાળા ડાઘ જેવી દરેક વસ્તુ દૂર થઈ જશે.

મોટાભાગનાં લોકોના રસોડામાં ફટકડી હોય છે. ફટકડીનો તમે અનેક રીતે ઉપયોગ કરી શકો છો. ફટકડી સ્કિનથી લઇને હેલ્થની અનેક સમસ્યાઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. ફટકડી કિચનના વાસણો ચમકાવવા માટે પણ વાપરવામાં આવે છે. ફટકડી બહુ સસ્તી તમને માર્કેટમાં મળે છે. સસ્તી ફટકડી તમારા ખરાબમાં ખરાબ કામને દૂર કરવાની તાકાત ધરાવે છે. આમ, જો તમે ફટકડીનો આ રીતે ઉપયોગ કરો છો તો તમારી અનેક સમસ્યાઓ ચપટીમાં દૂર થઇ જાય છે. ઘણી બધી વસ્તુઓ એવી હોય છે જે તમારા કામને સરળતાથી પૂરું કરી દે છે. તો જાણો તમે પણ ફટકડીના આ અઢળક ઉપયોગો વિશે..

ખીલ દૂર કરે

તમારા ચહેરા પર બહુ ખીલ થયા છે તો તમે ફટકડીનો ઉપયોગ કરી શકો છો. ફટકડી તમારા ચહેરા પરની અનેક સમસ્યાઓને દૂર કરે છે. આ માટે સૌ પ્રથમ ફટકડી લો અને એનો ભુકો કરી લો. ત્યારબાદ આ ફટકડીના પાવડરને તમે પાણીમાં ઓગાળી દો. હવે આ પાણીથી ચહેરા પર 2 મિનિટ માટે મસાજ કરો. આમ કરવાથી તમારા ચહેરા પરના ખીલ દૂર થઇ જશે.

ડાઘા દૂર કરે

તમને જાણીને નવાઇ લાગશે કે ફટકડી તમારા સ્કિનના પરના ડાઘાને પણ દૂર કરવાની તાકાત ધરાવે છે. આ માટે તમે ફટકડીનો પાવડર બનાવી લો. આ પાવડરને તમે બદામના તેલમાં મિક્સ કરી લો. હવે આ મિશ્રણને બરાબર હલાવી દો. ત્યારબાદ આ મિશ્રણને તમારા શરીરમાં જ્યાં પણ  કોઇ ડાઘ પડ્યા છે એની પર લગાવો અને પછી 5 મિનિટ સુધી મસાજ કરો. આમ કરવાથી તમારા સ્કિન પરના ડાઘા ધબ્બા નિકળી જશે અને સ્કિન બહુ મસ્ત થઇ જશે.

ગ્લો લાવો

ફટકડી તમારા ચહેરા પર ગ્લો લાવવાનું કામ કરે છે. આ માટે તમે ફટકડીનો પાવડર બનાવી લો અને પછી આ પાવડરમાં મુલ્તાની માટી અને ગુલાબજળ લો. હવે આમાંથી એક સ્મૂધ પેસ્ટ બનાવી લો.

હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને 10 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ 15 મિનિટ રહીને ચહેરો ધોઇ લો. આ પેસ્ટ તમે અઠવાડિયામાં બે વાર લગાવી શકો છો. આ પેસ્ટમાં તમારે ફટકડનું પ્રમાણ એક નાની ચમચી જેટલું જ લેવાનું છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles