fbpx
Saturday, April 20, 2024

જો તમને પથારીમાં ફોન રાખીને સૂવાની આદત હોય તો છોડી દો, ઓશીકાથી કેટલા ફૂટ દૂર અને શું નુકસાન થાય છે તે જાણો

રાત્રે ઊંઘતી વખતે મોટાભાગના લોકો મોબાઇલ સાથે રાખીને ઊંઘતા હોય છે. આ સાથે જ ઘણાં લોકોને એવી આદત હોય છે કે તેઓ મોબાઇલ ફોન તકિયા નીચે અથવા તો તકિયા પાસે રાખીને સૂઇ જતા હોય છે. એટલું જ નહીં ઘણાં લોકો તો મોડી રાત સુધી ફોન જોતા હોય છે. ફોન જોવામાંને જોવામાં રાત્રે સમયમાં ક્યાં જતો રહે છે એની જાણ વ્યક્તિને થતી નથી. જો કે ફોન સાથે રાખવા પાછળનું એક કારણ એ છે કે એલાર્મ. જો તમને પણ ફોન સાથે રાખીને ઊંઘવાની આદત છે તો તમારે એલર્ટ થઇ જવાની જરૂર છે. ફોન સાથે રાખીને સૂવાથી સ્વાસ્થ્યને અનેક ઘણું નુકસાન થાય છે. તો જાણો આ વિશે તમે પણ…

ઘણાં બધા લોકોનો મોર્નિંગમાં માથુ દુખતુ હોય છે. આંખોમાં બળતરા થતી હોય છે, પરંતુ એમને એ વાતની જાણ નથી થતી હોતી કે આ બધી સમસ્યાઓ ફોનને કારણે થાય છે. આજે અમે તમને જણાવી દઇએ કે ફોન સાઇડમાં મુકીને ઊંઘવાથી આ સમસ્યાઓ થઇ શકે છે. તો જાણો ઊંઘતી વખતે ફોન કેટલો દૂર રાખવો જોઇએ. આ સાથે જાણી લો રાત્રે પડેલી ફોનની આદત કેવી રીતે છોડશો અને જાણો આ વિશે WHOનું શું કહેવું છે.

મોબાઇલ ફોનમાં હાનિકારક રેડિએશન હોય છે જે સતત નિકળતા રહે છે. આની અસર મગજ માટે હાનિકારક સાબિત થાય છે. આ કારણે માથાનો દુખાવો, માંસપેશિઓમાં દુખાવો જેવી અનેક સંબંધીત સમસ્યાઓ થાય છે. તો જાણો તમે પણ ફોન રેડિએશનથી શું નુકસાન થાય છે.

આ નુકસાન થાય છે

મોબાઇલ ફોન રેડિએશન ઇરેક્ટાઇલ ડિસફંક્શન સાથે જોડાયેલું હોય છે. મોબાઇલ ફોનમાંથી જે રોશની નિકળે છે એનાથી ઊંઘ આવતા હોર્મોનને નુકસાન પહોંચે છે, જેને મેલાટોનિક કહેવામાં આવે છે. આ બોડી ક્લોકને અસર પહોંચાડે છે જેના કારણે ઊંઘ આવવામાં તકલીફ થાય છે.

જાણો મોબાઇલ ફોન કેટલો દૂર રાખશો

મોબાઇલ ફોન પથારીથી ઓછામાં ઓછો ત્રણ ફૂટ દૂર રાખવો જોઇએ. આમ કરવાથી તમે રેડિએશનથી બચી શકો છો. રેડિયો ફ્રિકવેન્સી ઇલેક્ટ્રો-મેગ્નેટીક ફિલ્ડની તાકાત મોબાઇલ ફોન સાથે જોડાયેલી હોય છે. આ વિશે WHOનું કહેવું છે કે ફોનમાંથી નિકળતું આરએફ રેડિએશનથી મસ્તિષ્ક કેન્સર થઇ શકે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles