fbpx
Tuesday, March 28, 2023

આ રીતે સ્ટોર કરો જ્યારે તમે શાકભાજીને ઘરે લાવો છો, ત્યારે તે લાંબા સમય સુધી તાજી રહેશે અને કાળા નહીં થાય

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

મહિલાઓને જમવાનું બનાવવાનું બહુ શોખ હોય છે. ઘણી બઘી મહિલાઓ એવી હોય છે જે અઠવાડિયામાં બેથી ત્રણ વાર નવી-નવી વાનગીઓ ઘરે બનાવીને ખાવાની મજા માણતી હોય છે. પરંતુ ઘણી વાર એવું થાય છે કે આપણે જ્યારે રસોઇ બનાવવા રસોડામાં જઇએ ત્યારે શાકભાજી ખરાબ થઇ ગયા હોય છે. શાકભાજી ખરાબ થવાને કારણે રસોઇ બનાવવાનો મુડ બગડી જાય છે. આ માટે શાકભાજીને સ્ટોર કરવી ખૂબ જરૂરી છે. જો તમે આ રીતે ઘરમાં શાકભાજી સ્ટોર કરો છો તો એ બગડશે નહીં અને લાંબો સમય સુધી ફ્રેશ રહેશે.

બટાકા કાળા નહીં પડે

ઘણી બધી મહિલાઓ બટાકાને પહેલાંથી જ કાપીને રાખી મુકી રાખે છે. જો તમે પણ આવું કરો છો તો આ તમારી સૌથી મોટી ભૂલ છે. બટાકા સમય કરતા પહેલાં કટ કરવાથી એ કાળા પડી જાય છે. આ માટે હંમેશા બટાકાને સમારીને ઠંડા પાણીમાં મુકો.

આ રીતે કેળા સ્ટોર કરો

મોટાભાગના લોકોની ફરિયાદ હોય છે કે કેળા જલદી ઘરમાં બગડી જાય છે અને કાળા પડવા લાગે છે. તમારા ઘરે પણ આવો પ્રોબ્લેમ થાય છે તો તમે કેળાને પ્લાસ્ટિક તેમજ ફોઇલ પેપરમાં રેપ કરી દો. આમ કરવાથી કેળા લાંબા સમય સુધી તાજા રહેશે અને ખરાબ નહીં થાય.

કટ કરેલા ફ્રૂટ ખરાબ નહીં થાય

ફ્રૂટ તમે કાપીને રાખો છો અને ખરાબ થઇ જાય છે તો આ ટિપ્સ તમારા માટે સૌથી બેસ્ટ છે. કાપેલા ફ્રૂટ પર તમે થોડો લીંબુનો રસ નાંખો છો તો એ કાળા પડતા નથી અને તાજા રહે છે. આ સાથે જ તમે ફ્રૂટ્સને તાજા રાખવા માટે મધ પણ નાંખી શકો છો. મધ નાખવાથી ફ્રૂટ તાજા રહે છે અને ખાવાની પણ મજા આવે છે.

શાવર કેપનો ઉપયોગ કરો

તમે શાવર કેપનો ઉપયોગ શાકભાજીને સ્ટોર કરવા માટે પણ કરી શકો છો. શાવર કેપ લો અને એમાં શાકભાજીને લપેટી લો. આમ કરવાથી તમારા ઘરમાં પડેલા શાકભાજી લાંબો સમય સુધી ફ્રેશ રહેશે અને ખાવાની પણ મજા આવશે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles