fbpx
Friday, March 29, 2024

આખું વર્ષ તો બહેન જોડે બહુ ઝઘડાં કર્યા, ભાઈબીજે તો પાઠવી દો આ શુભકામના…

દરેક ભાઈ બહેનનો ખાસ દિવસ બસ આવી ગયો છે. ભાઈબીજ એ ભાઈ અને બહેનનાં અતૂટ બંધનની ઉજવણી કરવાનો દિવસ છે. ભાઈ બીજનાં દિવસે બહેન તેના ભાઈને ઘરે જમવા બોલાવે છે, જેમાં કંકુનો ચાંદલો કરીને ભાઈને મધ, દહીં અને ઘીનું મિશ્રણ કરીને ખવડાવે છે અને વિશેષ મંત્રનો જાપ કરીને ભાઈની સુરક્ષા માટે પ્રાર્થના કરે છે. દરેક ભાઈ બહેન આખું વર્ષ આ વિશેષ પર્વની રાહ જુએ છે. આ વર્ષે 26 ઓક્ટોબરે ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવશે.

ભાઈ-બહેનનાં પ્રેમ વિશ્વનાં સૌથી પવિત્ર પ્રેમમાંથી એક છે. અને તેનો ખાટો-મીઠો સ્વભાવ આ સંબંધને વધારે સુંદર બનાવે છે. ભાઈ બહેન એકબીજાનાં પહેલાં મિત્ર હોય છે, જે એકબીજાના જીવનને વધારે સુંદર બનાવવા અને તેમના જીવનની દરેક યાદોને રસપ્રદ બનાવવાનો પ્રયત્ન કરે છે. ભાઈબીજનાં શુભ દિવસે, ભાઈ-બહેન ધાર્મિક વિધી દ્વારા એકબીજા પ્રત્યે રક્ષણ અને પ્રેમની લાગણી વ્યક્ત કરે છે. રક્ષાબંધનની જેમ જ ભાઈબીજનાં દિવસે પણ તેઓ એકબીજાને વ્હાલભરી ભેટ પણ આપે છે.

અમે તમારા માટે ભાઈબીજની ઉજવણી માટે સુંદર મેસેજનું લિસ્ટ લાવ્યા છીએ, જેને તમે તમારા ભાઈ-બહેનને શેર કરીને ભાઈ-બીજની શુભકામના પાઠવી શકશો.

“This Bhai Dooj, I pray that you live for hundred years and continue to make fun of me, be my secret-keeper and my shoulders to cry on.”

“Brothers and sisters are as close as hands and feet.”

“Brothers and sisters can say things to one another that no one else can.”

“આરતીની થાળી હું સજાવું,
કંકુ અને અક્ષતનો તિલક લગાવું,
તારા ઉજ્જવળ ભવિષ્યની કામના હું કરું,
ક્યારેય ના આવે તારા પર સંકટ એવી પ્રાર્થના હું સદા કરું.
ભાઈબીજની હાર્દિક શુભકામના.”

“આ તહેવાર છે બહુ ખાસ,
જળવાય રહે આપણા પ્રેમની મીઠાશ,
હેપ્પી ભાઈબીજ.”

“કપાળે લગાવે બેની કંકુ-ચોખા,
કોઈ તાકાત ના કરી શકે આ સંબંધો નોખા.
ભાઈ બહેનના પાવન પર્વ ભાઈબીજ ની હાર્દિક શુભકામનાઓ..”

“બહન લગાતી તિલક ફિર મિઠાઈ ખિલાતી હૈ,
ભાઈ દેતા તોહફા ઔર બહન મુસ્કુરાતી હૈ,
ભાઈ બહન કા યે રિશ્તા કભી ન પડે કભી લૂઝ,
મેરી તરફ સે મુબારક હો ભાઈ દૂજ…!!”

“ભાઈ દૂજ કા હૈ આયા યે શુભ ત્યોહાર,
બહનો કી દુઆએ ભાઈઓ કે લિયે હજાર,
ભાઈ-બહન કા યે અનમોલ રિશ્તા હૈ બહુત અટૂટ,
બના રહે યે બંધન હંમેશા ખૂબ.
ભાઈદૂજ કી શુભકામનાએ!”

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles