fbpx
Friday, March 29, 2024

ઘરડાંઓ કહે છે તાંબાના વાસણમાં પાણી પીઓ, જાણો આ પાણી પીવાના ફાયદા

એક સમય હતો જ્યારે મોટાભાગના લોકો તાંબાના વાસણોમાં પાણી પીતા હતા. જો કે હવે આ રેસિયો હવે ઘટવા લાગ્યો છે. હવે તાંબાના વાસણોનો ઉપયોગ ઓછો થતો જાય છે. પહેલાનાં લોકો આખી રાત તાંબાના વાસણમાં પાણી ભરી રાખતા હતા અને પછી બીજા દિવસે તેઓ પીતા હતા. ઘરડાઓના મોંઢે તમે અનેક વાર સાંભળ્યુ હશે કે તાંબાના વાસણમાં રાખેલું પાણી પીવાથી હાર્ટ માટે ફાયદાકારક સાબિત થાય છે. આ સાથે જ આ પાણી પીવાથી કિડની અને આંખોની રોશની પણ તેજ થાય છે. આમ, આ બધી જ વાતો સાંભળતા એવું થાય કે શું ખરેખર તાંબાના વાસણમાં પાણી પીવાથી હેલ્થને ફાયદો થાય છે?

જાણો આ પાણી કેટલું અસરકારક છે

સાઇન્ટીસ્ટ અને હર્બલ મેડિસિન એક્સપર્ટ દિપક આચાર્ય સાથે જ્યારે આ વાત કરવામાં આવી તો એમને ઓલિગોડાયનામિક ઇફેક્ટ વિશે બતાવવામાં આવ્યુ છે. એટલે કે લાંબા સમય સુધી તાંબાના વાસણમાં પાણી રાખવામાં આવે તો એની ઇફેક્ટને કારણે કોપર આયન્સ પાણીમાં ઉતરે છે. કોપર આયન્સ પાણીના સુક્ષ્મજીવોં ખાસ કરીને બેક્ટેરિયાને મારવામાં સક્ષણ છે.

ઇન્સ્ટીટ્યૂટ ઓફ આર્યુવેદ એન્ડ ઇન્ટેગ્રેટિવ મેડિસન (FRLHT, બેંગલુરુ નું સંસ્થાન) ના વૈજ્ઞાનિકોએ એક સ્ટડીને વર્ષ 2012માં જર્નલ ઓફ હેલ્થ ન્યૂટ્રિશન એન્ડ પોપ્યુલેશનમાં પ્રકાશિત કર્યો હતો. આ સ્ટડીમાં જાણવા મળ્યુ કે તાંબાના વાસણમાં 16 કલાક પાણી  મુકવાથી ડાયરિયા અને જવાબદાર બેક્ટેરિયા જેવા કે વિબ્રિયો કોલરી, શિલેઝા ફ્લેક્સનેરી, ઇ. કોલાઇ. સાલ્મોનેલા એન્ટારિક ટાયફી, સાલ્મોનેલા પેરાટાયફીનો નાશ થાય છે.

ઘાતક સુક્ષ્મજીવોને ખતમ કરવામાં સક્ષમ

દીપક આચાર્યએ એક રોચક સ્ટડીની વાત કરતા જણાવ્યુ કે વૈજ્ઞાનિક રીતે શરણ અને એમના સાથિઓએ એક લેબ સ્ટડીના માધ્યમથી વર્ષ 2011માં જર્નલ બીએમસી જર્નલ ઓફ ઇન્ફેક્શસ ડિસિઝમાં જણાવ્યુ કે ઓછામાં ઓછામાં 24 કલાક સુધી તાંબાના વાસણમાં રાખેલા પાણીમાં સાલ્મોનેલા ટાયફી, સાલ્મોનેલા ટાયફીમરિયમ અને વિબ્રિયો કોલર બેઅસર થઇ જાય છે. આમ, જો વાત કરવામાં આવે તો તાંબાના વાસણમાં ઓછામાં ઓછુ 24 કલાક રાખેલું પાણી ઘાતક સુક્ષ્મજીવોને ખતમ કરવામાં સક્ષમ છે.

આ સિવાય પણ બીજી સ્ટડીમાં પણ આ વિશે અનેક ઘણું જાણવા મળ્યુ છે. આમ, તમે પણ હવેથી તાંબાના વાસણમાં પાણી પીવાનું શરૂ કરી દો. પાણીને તાંબાના વાસણમાં ઓછામાં ઓછા 24 કલાક માટે રાખો અને પછી પાણી પી લો.

(નોંધઃ આ જાણકારી આર્યુવેદિક નુસ્ખાઓ આધારિત લખવામાં આવી છે. અમે આ સત્યતાની કોઇ પુષ્ટિ કરતા નથી. આનો ઉપયોગ કરતા પહેલાં તમે ચિકિત્સક પાસેથી સલાહ લઇ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles