fbpx
Thursday, April 25, 2024

‘ॐ’ માત્ર એક શબ્દ નથી, જેમાં છુપાયેલું છે આ રહસ્ય, જાણો ‘ॐ’ બોલવાથી કયા રોગો દૂર થાય છે.

‘ॐ’ શબ્દ વિશે દરેક લોકો જાણે છે. પૂજા પાઠ, ધાર્મિક ગતિવિધીઓ, યોગાભ્યાસ અને વિભિન્ન મંત્ર ઉચ્ચારણમાં ‘ॐ’ નો પ્રયોગ કરવામાં આવે છે. જો કે ‘ॐ’નું જ્ઞાન એ સૌથી મોટું જ્ઞાન છે. દરેક ઇશ્વરની ઉપાસનાના મંત્ર ‘ॐ’થી પ્રારંભ થાય છે. ‘ॐ’ ત્રણ અક્ષરોમાંથી બનેલો શબ્દ છે, અ, ઉ અને મ. મ આદિ કર્તા બ્રહ્મના બોધ છે, ઉ વિષ્ણુ ભગવાનના બોધ હોય છે જ્યાર મ થી મહેશ બોધ હોય છે. એટલે કે ‘ॐ’ સંપૂર્ણ જગતનું નેતૃત્વ કરે છે. ઘણાં લોકો નિયમિત રીતે ‘ॐ’નો ઉચ્ચારણ કરતા હોય છે. તો જાણો તમે પણ ‘ॐ’ બોલવાથી સ્વાસ્થ્યને શું થાય છે લાભ.

‘ॐ’ બોલવાથી ગળામાં કંપન ઉતપન્ન થાય છે જેનાથી થાઇરોઇડ ગ્રંથિ પર સકારાત્મક પ્રભાવ પડે છે. ગભરામણ દૂર કરવામાં તમે ‘ॐ’નો ઉચ્ચારણ કરો છો તો સૌથી બેસ્ટ છે. શરીરના બધા આંતરિક અંગ ‘ॐ’ના ઉચ્ચારણથી વિષમુક્ત થવા લાગે છે. આના કારણે તણાવ અને ડિપ્રેશન જેવી સમસ્યામાંથી પણ છૂટકારો મેળવી શકો છો.

સંપૂર્ણ શરીરને સ્વસ્થ રાખે

‘ॐ’ શબ્દમાં રહેલી તાકાત તમારા શરીરને સ્વસ્થ બનાવવાનું કામ કરે છે. અ બોલવાથી શરીરના નીચલા ભાગમાં એટલે પેટની આસપાસ કંપન થાય છે. ઉ બોલવાથી શરીરના મધ્ય ભાગમાં એટલે કે છાતીની આસપાસ કંપન થાય છે. આમ મ બોલવાથી શરીરના ઉપરના ભાગમાં એટલે મસ્તિષ્કમાં કંપન થાય છે. કુલ મળીને ‘ॐ’ના ઉચ્ચારણથી સંપૂર્ણ શરીરમાં કંપન થાય છે. આનાથી આપણાં શરીરમાં માનસિક, શારિરિક અને આત્મિક લાભ પહોંચે છે.

‘ॐ’થી અનિદ્રાના રોગમાંથી મુક્તિ મળે

‘ॐ’નો ઉચ્ચારણ તમે રેગ્યુલર કરો છો તો અનિદ્રાના રોગમાંથી છૂટકારો મળે છે. જો તમને અનિદ્રાનો રોગ છે તો તમે રોજ ‘ॐ’ બોલવાનું શરૂ કરી દો. ‘ॐ’ બોલવાથી શરીરમાં તાકાત આવે છે. આ સાથે જ તમે સતત સ્ટ્રેસમાં રહો છો તો તમારે રોજ સવારના સમયમાં ‘ॐ’નું ઉચ્ચારણ કરવું જોઇએ. હંમેશા સકારાત્મક રહેવા માટે તમારે ભૂલ્યા વગર રોજ સવારમાં ‘ॐ’નું ઉચ્ચારણ કરવું જોઇએ.

‘ॐ’ના ધ્વનિથી ખોટા માનસિક વિચારો દૂર થાય છે. ‘ॐ’ તમે રોજ સવારમાં બોલો છો તો મનમાં એકાગ્રતા અને બ્લડ સર્કુલેશન વધારે સારું થાય છે. આ માટે કહેવાય છે કે દરેક વ્યક્તિએ રોજ સવારમાં ‘ॐ’નું ઉચ્ચારણ કરવું જોઇએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles