fbpx
Thursday, March 28, 2024

મગજને પણ કસરતની જરૂર છે, ધ્યાનમાં રાખો આ બાબતો

મગજ આપણા શરીરને નિયંત્રિત કરવાનું કેન્દ્ર છે. મગજ આપણા માટે એક અમૂલ્ય વસ્તુ છે. તેથી તેની કાળજી લેવાની જવાબદારી પણ આપણી છે. થોડી બેદરકારીનો અર્થ થાય છે કે તમારું માનસિક સ્વાસ્થ્ય ગુમાવવું. આપણે આ જાણી જોઈને નથી કરતા, પરંતુ અજાણતા આપણે મગજના સ્વાસ્થ્ય પ્રત્યે થોડા બેદરકાર બની જઈએ છીએ.

તેથી, મગજને સ્વસ્થ અને ફિટ રાખવા માટે, તમે તમારી લાઈફસ્ટાઈલમાંથી આ ખોટી વસ્તુઓને દૂર કરી દો.

નાસ્તામાં કરવાામાં ન કરો મોડું

ઘણી વખત આપણે ઉતાવળમાં નાસ્તો કરી શકતા નથી. ઝડપી લાઈફસ્ટાઈલ અને દોડધામના કારણે આપણે નાસ્તો છોડી દઈએ છીએ. તમને જણાવી દઈએ કે નાસ્તો ન કરવાથી મગજને પોષક તત્વો નથી મળતા. આપણા મગજને કામ કરવા માટે ગ્લુકોઝની જરૂર હોય છે. નબળા પોષણને કારણે, આપણે માનસિક વિકૃતિઓ જેવી કે ચિંતા અથવા યાદશક્તિ ભૂલી જવા જેવી બાબતોનો સામનો કરવો પડી શકે છે.

માથું ઢાંકીને ન સૂવો

કદાચ તમને એ પણ ખબર નહીં હોય કે સૂતી વખતે માથું ઢાંકીને સૂવાથી કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધે છે. જેના કારણે આપણા લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી જાય છે. જો મગજને પૂરતો ઓક્સિજન મળતો નથી, તો તે તેનું કામ યોગ્ય રીતે કરી શકશે નહીં.

બીમાર હોય ત્યારે ન કરો કામ

એક્સપર્ટના મત મુજબ જો તમે બીમારીમાં પણ કામ કરો છો, તો તે મગજમાં તણાવનું સ્તર વધે છે. કારણ કે બિમારી દરમિયાન આપણું મગજ અને શરીર ચેપ સામે લડવા માટે પહેલેથી જ સખત મહેનત કરે છે. તેથી થોડો બ્રેક લો અને થોડો આરામ કરો.

ઊંઘ લેવી જરૂરી

મગજને સ્વસ્થ રાખવા માટે તમારે ઓછામાં ઓછી 7 કલાકની ઊંઘ લેવી જરૂરી છે. સવારે ઉઠ્યા પછી 20 મિનિટ ચાલવું. બેલેન્સડ ડાયટ કરો અને સૌથી મહત્વની બાબત એ છે કે કોઈપણ વસ્તુમાં મગજમાં ન રાખો. તમારા મિત્રો સાથે વસ્તુઓ શેયર કરો.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles