fbpx
Friday, April 26, 2024

જાણો કયા ઉપાયથી શનિ મહારાજ સાડાસાતી અને ઘૈયામાં પણ રાહત આપે છે

શનિને ગ્રહોમાં ન્યાયાધીશ કહેવામાં આવે છે. શનિ જીવનમાં કરેલા કર્મો અનુસાર ફળ આપવામાં માને છે. શનિદેવની કૃપા વિના ધન, અભ્યાસ, લગ્ન, સંતાન વગેરેના આશીર્વાદ નથી મળી શકતા. શનિ જ રાજાને રંક અને રંકને રાજા બનાવી શકે છે. એક રીતે શનિ ન્યાયાધીશ ઓછા અને શિક્ષક વધુ છે. તમારી કુંડળીમાં શનિ ક્યાં સ્થાને બિરાજમાન છે તેના પર તેનો પ્રભાવ આધારીત છે, જો તમે શનિ સાડાસાતી અને ઢૈયા જેવી શનિ સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો તમે આ સરળ ઉપાયોથી શનિદેવને શાંત કરી શકો છો.

  1. શનિવારના દિવસે શનિ સાડાસાતી અને ઢૈયા માં મીઠી વસ્તુઓનું દાન કરવું જોઈએ. કહેવાય છે કે આ દિવસે ગરીબોને મીઠાઈનું દાન કરવાથી તમારા જીવનની સમસ્યાઓ આપોઆપ સમાપ્ત થઈ જશે.
  2. આ સિવાય શનિવારે શનિ સાડાસાતી અને ઢૈયામાં ગરીબોમાં ચણા અને પુરીનું વિતરણ કરવું જોઈએ. એવું કહેવાય છે કે તેનાથી તમારી નોકરીમાં સમસ્યાઓ ઓછી થશે અને શનિદેવ પ્રસન્ન થશે.
  3. શનિ મંત્રનો દરરોજ જાપ કરવો જોઈએ અને પીપળાના ઝાડને દરરોજ પાણી આપવું જોઈએ.
  4. આ દિવસોમાં લોખંડની વીંટી પહેરવાથી શનિ પ્રસન્ન થશે.
  5. શનિ સાડાસાતી અને ઢૈયાના અશુભ પ્રભાવથી બચવા માટે શનિવારે નારિયેળ તોડીને પાણીમાં વહેવડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

આ ભૂલો ના કરો

જો કુંડળીમાં બેઠેલો શનિ અશુભ પરિણામ આપી રહ્યો હોય તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું. એવા કામ ન કરો જેનાથી શનિદેવની નારાજગી વધે. શનિદેવને શાંત કરવા માટે રાખો આ વાતોનું ધ્યાન-

  • પશુ-પક્ષીઓ અને પ્રાણીઓને નુકસાન ન કરો.
  • નબળા લોકોનું શોષણ ન કરો.
  • ખોટા કાર્યો માટે પૈસાનો ઉપયોગ ન કરો.
  • લાચાર અને નબળા લોકોને મદદ કરો.
  • રક્તપિત્તના દર્દીઓની સેવા કરો.
  • શિયાળામાં જરૂરિયાતમંદ લોકોને કાળા ધાબળાનું દાન કરો.
  • બીજાની ટીકા ન કરો.
  • કોઈને છેતરશો નહીં.

શનિ મહામંત્ર

ॐ निलान्जन समाभासं रविपुत्रं यमाग्रजम।
छायामार्तंड संभूतं तं नमामि शनैश्चरम॥

શનિ દોષ નિવારણ મંત્ર

ऊँ त्रयम्बकं यजामहे सुगंधिम पुष्टिवर्धनम।
उर्वारुक मिव बन्धनान मृत्योर्मुक्षीय मा मृतात।।

શનિવારે મંત્રોની માળા જાપ કરવાથી શનિની અશુભતા દૂર થાય છે. આ સાથે શનિ ચાલીસાનો પાઠ પણ લાભદાયક માનવામાં આવે છે. આ સાથે તમે શનિવારે શનિદેવ સાથે જોડાયેલી વસ્તુઓનું દાન પણ કરી શકો છો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles