fbpx
Thursday, April 25, 2024

સન સ્પોટ્સ અથવા ફોલ્લીઓથી છુટકારો મેળવવા માટે આ ટિપ્સ અજમાવો, તમને ચોક્કસ ફાયદો થશે

ઘણા લોકો ચહેરા પર દાગ- ધબ્બાથી સમસ્યાનો સામને કરતા હોય છે. ક્યારેક આ તકલીફ ઘણી વધી જાય છે અને આવુ થવાનું કારણ મેલેનિનનું પ્રોડક્શન છે, શરીર મેલેનિનનું પ્રોડક્શન ઘણું વધી જાય છે. ત્યારે આવું બને છે. જોકે ચહેરા પર આવા પ્રકારના દાગ- ધબ્બા થવાના ઘણા કારણો છે. ઘણી વખત હોર્મોનના બદલાવ, સન ઓક્સપોઝર અને એજિંગ જેવી બબાતો આ સમસ્યાનું કારણ બને છે.

હવે તમને સવાલ થશે કે આ ધબ્બા અને દાગની સમસ્યાથી રાહત મેળવવા શું કરવું, તો આજે અમે તમને જણાવીશું કેટલાક ઘરગથ્થું ઉપાય જેના દ્વારા તમે આ સમસ્યા માંથી રાહત મેળવી શકશો.

એલોવેરા

એલોવેરાને આમ તો ઘણી બિમારીમાં ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ બ્યુટી ટ્રીટમેન્ટ માટે તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. દાગ-ધબ્બાની વાત કરીએ તો ઓલોવેરા તેમા અકસીર સાબિત થઈ શકે છે. આ માટે એલોવેરાના છોડમાંથી એક પાન કાપીને તેમાંથી એક ટુકડો કરી તેને સારી રીતે ધોઈ લીધા બાદ તેને ચહેરા પર લગાવો અને પછી સાદા પાણીથી ધોઈ લો, ઓલોવેરા ચહેરા પર એક પારદર્શક લેયર બનાવે છે જે કુદરતી સનસ્કિન ક્રિમની જેમ અસર કરે છે. આથી તડકામાં ઘરની બહાર જતા પહેલા તેને લગાવવામાં આવે તો સનબર્નની સમસ્યા થતી નથી.

લીંબુ

લીંબુ એસેડિક હોય છે. તેને કુદરતી બ્લીચ પણ કહેવામાં આવે છે. ચહેરા પર દાગ- ધબ્બા માટે લીંબુના રસને કોટનથી ચહેરા પર લગાવો અને તેને 20થી 30 મિનિટ માટે રહેવા દો, બાદમાં હુંફાળા પાણીથી ધોઈ નાખો, આ રેમીડી તમે સપ્તાહમાં 2 કે 3 વાર ઉપયોગ કરી શકો, ઓઈલી સ્કિન ધરાવતા લોકો માટે આ રામબાણ સમાન સાબિત થશે.

એપ્પલ સાઈડક વિનેગર

એપ્પલ સાઈડક વિનેગર વીટામીન- Cથી ભરપુર હોય છે, ચહેરા પરના દાગ હટાવવા માટે તેનો ઉપયોગ ફાયદાકારક સાબિત થઈ શકે. એક ચમચી મધમાં થોડી માત્રામાં એપ્પલ સાઈડક વીનેગર મીક્સ કરી લગાવવાથી ચહેરો એકદમ સાફ થઈ જાય છે અને દાગ- ધબ્બામાં પણ રાહત મળે છે.

ગ્રીન ટી

ગ્રીન ટીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. તમે તેનો ઉપયોગ ડાઘથી છુટકારો મેળવવા માટે પણ કરી શકો છો. આ માટે એક કપ ગરમ પાણીમાં ગ્રીન ટી બેગ નાખો. 10 મિનિટ માટે આ રીતે રહેવા દો. આ પછી આ બેગ બહાર કાઢો. તેને ઠંડુ કરો. આ બેગને અસરગ્રસ્ત ત્વચા પર લગાવો. થોડી વાર રહેવા દો. ત્યારબાદ તેને કાઢી લો. તમે અઠવાડિયામાં 1થી 2 વખત તેનો ઉપયોગ કરી શકો છો.

ચણાનો લોટ

ચણાનો સુંદરતા વધારવા માટે વર્ષોથા ઉપયોગમાં લેવાઈ છે. પહેલા જ્યારે સાબુ કે નહાવા માટે કોઈ આધુનિક વસ્તુઓ ન હતી, ત્યારે લોકો ચણાના લોટ દ્વારા ચહેરો ધોતા હતા અને નહાતા હતા. આયુર્વેદમાં ચણાના લોટનો ચહેરાની સુંદરતા માટે ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે. ઉપયોગ માટે તમે ચણાના લોટમાં થોડી હળદર નાખીને પેસ્ટ બનાવી તેને ચહેરા પર સુકાવા દો, બાદમાં ધોઈ નાખો, આ ઉપાય ન માત્ર ચહેરાના દાગ માટે ઉપયોગી થશે, પરંતુ તે એન્ટીએજિંગનું પણ કામ કરશે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles