fbpx
Saturday, April 20, 2024

આ લોકોએ ભૂલથી પણ જામફળ ન ખાવું જોઈએ, સ્વાસ્થ્ય માટે ભારે પડી શકે છે, પોતાના પર નિયંત્રણ રાખો

શિયાળામાં જામફળ ખાવા સ્વાસ્થ્ય માટે સારા ગણવામાં આવે છે. ખાસકરીને પેટની પાચનશક્તિ વધારવા અને ઝાડામાં રાહત માટે વડીલો કેળાની સાથે જામફળ ખાવાની સલાહ આપે છે. તેના સેવનથી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધી જાય છે. જોકે કેટલાક એવા લોકો પણ છે જેમને જામફળ ભૂલથી પણ ન ખાવા જોઇએ. આમ કરવાથી તે ગંભીર રૂપથી બિમાર પડી શકે છે અને તેમને હોસ્પિટલમાં ભરતી થવું પડે છે. આવો જાણીએ કયા લોકોને શિયાળામાં જામફળ ખાવાનું ટાળવું જોઇએ. 

આ બિમારીઓના દર્દીઓ ખાવા ન જોઇએ જામફળ
હેલ્થ એક્સપર્ટોના અનુસાર ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને જામફળ ખાવાનું ટાળવું જોઇએ. તેનું કારણ એ છે કે જામફળની તાસીર ઠંડી હોય છે જેથી ગર્ભવતી અને નવજાતની તબિયત બગડી શકે છે. શિયાળામાં શરદીથી પીડિત લોકોએ પણ જામફળ ખાવાનું ટાળવું જોઇએ. 

એક્ઝિમાની બિમારીથી પીડિત લોકોને પણ જામફળ ખાવાથી બચવું જોઇએ. આમ કરવાથી તેમને સ્કીનમાં બળતરાનો સામનો કરવો પડે છે. એવા લોકોને જામફળના પાંદડાનો ઉપયોગ ભૂલથી પણ કરવો ન જોઇએ. તેનાથી ત્વચાની બિમારી થઇ શકે છે. 

ડાયાબિટીઝના દર્દીઓ સેવનથી બચે
ડાયાબિટીઝના દર્દીઓ જામફળ ખાઇ તો શકે છે પરંતુ તેનું સેવન ઓછામાં ઓછું કરવું જોઇએ. તેનું કારણ એ છે કે જામફળમાં શુગર હોય છે, જે તમારા ડાયાબિટીઝનું લેવલ વધારી શકે છે. તમે તમારા ડોક્ટર સાથે કંસલ્ટ કરીને જામફળ ખાવાનો નિર્ણય કરી શકો છો. 

એવા લોકો જેમને જલદીજ અ કોઇ બિમારીનું ઓપરેશન થવાનું છે, તેમને સર્જરીના 2 અઠવાડીયા પહેલાં જામફળનું સેવન બંધ કરી દેવું જોઇએ. આમ કરવાથી બોડીના બ્લડ સર્કુલેશનમાં અડચણ આવી શકે છે. જેથી શ્વાસ લેવાની સમસ્યા અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. 

ગેસ્ટોવાળા દર્દીઓ માટે નુકસાન
પેટમાં ગેસ બનવાની સમસ્યાનો સામનો કરી રહેલા લોકો માટે પણ જામફળનું સેવન કરવું સારું ગણવામાં આવતું નથી. તેનાથી તેમને ગેસ્ટ્રોની સમસ્યા વધી જાય છે. જો જામ ખાધા પછી તમને પેટમાં ચૂંક અનુભવાય અથવા ઉલટીનું મન થાય તો તમે જામફળ ખાવાનું ટાળો. 

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles