fbpx
Tuesday, April 23, 2024

નવા વર્ષમાં તંદુરસ્ત જીવનશૈલી શરૂ કરો, જાણો આ આદતોને બદલવી મહત્વપૂર્ણ છે.

આજની ભાગદૌડ ભરેલી જિંદગીમાં તંદુરસ્ત રહેવું અનિવાર્ય છે. જીવનમાં સ્વસ્થ રહેવા માટે રોજબરોજની દિનચર્યા સાચવવી જરૂરી બની જાય છે. આજકાલ મોટાભાગના લોકો ખરાબ આદતોને કારણે જિંદગીને બરબાદ કરી નાખે છે. અને, અકાળે રોગનો ભોગ બનતા હોય છે. ત્યારે આવા સંજોગોમાં તમારે તમારી જીવનશૈલી બદલવી જરૂરી બની જાય છે. ત્યારે હવે જયારે 2022નું વર્ષ વિદાય થવાની તૈયારીમાં છે.

ત્યારે 2023ના આગમનમાં જ તમે તમારી દિનચર્ચામાં બદલાવ કરી શકો છે. અને, તમને પડેલી ખરાબ આદતોને બાય બાય કરી શકો છો. આ અહેવાલમાં અમે તમને સ્વસ્થ રહેવા માટે શું કરવું જોઇએ, અને, રોજબરોજની કંઇ ખરાબ આદતોને બદલવી જોઇએ તે વિશે જણાવવા જઇ રહ્યા છીએ. જીવનશૈલીના સમાચાર અહીં વાંચો.

ખરાબ લાઇફસ્ટાઇલને કારણે તમારે અનેક ગંભીર રોગોનો સામનો કરવો પડી શકે છે. એટલા માટે જ રોજબરોજ તમારે ફિટનેસ, ખાવાપીવાની આદતોમાં સુધારો કરવો જરૂરી બની રહે છે. જો તમે અંદરથી ફિટ હશો અને તમામ હેલ્ધી આદતોને અનુસરશો તો તમે સ્વસ્થ અને આનંદીત રહી શકો છો,અને તમે ગંભીર બિમારીઓથી દુર રહી શકો છો.

તમારી ઉંઘવાની આદત બદલાવો

તણાવયુક્ત અને દોડધામથી ભરેલી જીંદગીને કારણે મોટાભાગના લોકો પુરતી ઉંઘ લેતા નથી. અને, લાખોની કમાણી કરવાની દોડમાં મોટાભાગના લોકોની ઊંઘનું ચક્ર ખૂબ જ ખરાબ થઈ જતું હોય છે. આજકાલ મોબાઇલ જોવાની આદત અને વધારે પડતી કાર્યશૈલીને કારણે રાત્રે મોડે-મોડે સૂવું એ ઘણા લોકોની આદત બની ગઇ છે. અપુરતી ઉંઘને કારણે લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે. હેલ્ધી અને ખુશ રહેવા માટે પુરતી ઉંઘ ખૂબ જ જરૂરી છે. તમારે દરરોજ 8 કલાકની પુરતી ઊંઘ લેવી જોઇએ.

વહેલા સુવો, વહેલા ઉઠો, વહેલી સવારે પાણી પીવો

વહેલા સુવું અને વહેલા ઉઠવું એ તંદુરસ્તી માટે ખુબ જ અનિવાર્ય છે. પરંતુ, જો તમે સવારે વહેલા ઉઠવાની આદત પાડો છો તો તમે જીવનમાં સૌથી સુખી માણસ છો. પરંતુ, સવારે વહેલા ઉઠતાની સાથે જ બે કે ત્રણ ગ્લાસ પાણી પીવું જોઈએ. આપણે દિવસભરમાં શરીરને હાઇડ્રેટ રાખવા માટે વહેલી સવારે ખાલી પેટે પાણી પીવું જરૂરી છે.

સ્વચ્છતાની બાબતે કાળજી રાખો

કોરોના બાદ, આપણા જીવનમાં સ્વચ્છતાની મહત્વતા વધી છે. સ્વચ્છતામાં માત્ર ઘરની સફાઈનો સમાવેશ થતો નથી, પરંતુ ઘણી બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. દાખલા તરીકે, હાથ ધોયા બાદ જ કંઈક ખાઈશું. આ સિવાય તમારી અંગત સ્વચ્છતાનું પણ ધ્યાન રાખો.

ઘરનો આહાર લેવાનો આગ્રહ રાખો

માત્ર બાળકો જ નહીં પુખ્ત વયના લોકો પણ બહારનું ખાવાનું પસંદ કરે છે. પરંતુ, આ તેમને અનેક રોગોમાં ધકેલી રહ્યું છે. આહારને લઈને તમારી જીવનશૈલીમાં થોડો ફેરફાર કરો. તળેલું, તળેલું અને મસાલેદાર ખોરાક ટાળો. આ સિવાય ફળો અને શાકભાજીને તમારા આહારનો ભાગ બનાવો.

ધ્યાન

આજની વ્યસ્ત જીવનશૈલીમાં માણસ પાસે પોતાના માટે સમય નથી. દર ત્રીજો વ્યક્તિ તણાવ અને ટેન્શનમાં જીવે છે. મનને શાંત રાખવા માટે જ્યારે પણ તમને સમય મળે ત્યારે ધ્યાનનો અભ્યાસ કરો.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles