fbpx
Friday, March 29, 2024

શું ‘ચા’ના ચાહક છો? ચા પીવાની આદત છોડવા માંગો છો? તો અનુસરો આ 3 ટિપ્સ

ભારતમાં ચાનું ચલણ ખૂબ વધારે છે. ઘણાં લોકો એવા હોય છે જેમને જમ્યા પછી ચા પીવાની આદત હોય છે, તો ઘણાં લોકોને રાત્રે ઊંઘતા પહેલા ચા પીવાની લત હોય છે. તમે ચા વઘારે પીઓ છો તો તમારે ઓછી કરી દેવી જોઇએ. ચા પીવાથી હેલ્થને અનેક ઘણું નુકસાન થાય છે. સવારમાં ઉઠતાની સાથે જ ઘણાં લોકોને બેડ ટી પીવાની આદત હોય છે. બેડ ટીની ડિમાન્ડ અનેક લોકો કરતા હોય છે. આ સાથે જ અનેક લોકો એવા હોય છે જે સવારમાં કે બપોરે ચા પીતા નથી તો માથુ દુખવા લાગે છે. આમ, જો તમને ચા પીવાની આદત છે અને તમે છોડવા ઇચ્છો છો તો આ ટિપ્સ તમારા માટે સૌથી બેસ્ટ છે.

આ રીતે ચા પીવાની આદત છોડો

ચાનું સેવન ઓછુ કરો

ચા છોડવા માટે ત્યાગ કરવો પડે છે. જે લોકો ચાના દિવાના હોય છે એમને માથુ દુખવાની સમસ્યા વધારે રહેતી હોય છે, પરંતુ ખરેખર તમે ચા પીવાનું બંઘ કરવાનું વિચારી રહ્યા છો તો તમે સૌથી પહેલા દિવસ દરમિયાન જેટલા પ્રમાણમાં ચા પીઓ છો એના કરતા થોડી ઓછી કરો. એકદમ બંધ કરવાથી તકલીફ થાય છે. આમ કરવાથી ધીરે-ધીરે ચાની આદત છુટી જશે.

હર્બલ ચાનું સેવન કરો

ઘણાં લોકોને અનેક કારણોસર પણ ડોક્ટર ચા બંધ કરવાનું કહેતા હોય છે. તમે ચાની લતમાંથી બહાર આવવા ઇચ્છો છો તો હર્બલ ટી તમારા માટે એક બેસ્ટ ઓપ્શન છે. તમને જ્યારે પણ ચા પીવાનું મન થાય ત્યારે તમે હર્બલ ટી પીઓ. હર્બલ ટી સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે.

બપોરમાં ચાની જગ્યાએ જ્યૂસ પીઓ

મિડ ડે થતાની સાથે જ તમને ચા પીવા જોઇએ છે અને તમે આમાંથી બહાર આવવા ઇચ્છો છો તો બપોરના સમયે જ્યૂસ પીઓ. બપોરના સમયની ચા છોડવી થોડી અઘરી પડે છે પરંતુ જો તમે મન મક્કમ કરો છો તો ચાની લત છૂટી જાય છે. બપોરના સમયે જ્યૂસ પીવાથી પાચન તંત્ર સારુ રહે છે. તમે રેગ્યુલર જ્યૂસ પીશો તો ચાની આદત છૂટી જશે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles