fbpx
Thursday, April 25, 2024

નોકરી કરતા લોકોમાં વિટામિન-ડીની ઉણપ સૌથી વધુ જોવા મળે છે, જાણો ઉણપના ઉપાયો

આપણે બધા જાણતા હોઈએ છીએ કે શરીર માટે વિટામીન અને મિનરલ્સ કેટલા મહત્વના છે. પરંતુ અત્યારે નાના મોટા બધા લોકોમા અનેક વિટામીનની ઉણપ જોવા મળે છે. તેમા વિટામીન – ડી નો પણ સમાવેશ જોવા મળે છે. વિટામીન–ડીની સૌથી મોટી ઉણપ નોકરી કરનાર લોકોમા જોવા મળે છે.

જેના કારણે અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમા હાડકાની અને માંસપેશિયોંની સમસ્યાઓ થાય છે. એક રિસર્ચ મુજબ શિફ્ટમા કામ કરનાર અને ખાસ કરીને ઈન્ડોર કામ કરનાર લોકોમા સૌથી વધારે વિટામીન – ડી ની ઉણપ જોવા મળે છે. એક સંશોધન મુજબ શ્રમિકોમા 77 ટકા, હેલ્થર્વકરમા 72 ટકા અને સૌથી વધુ શિફ્ટમા કામ કરનાર 80 ટકા લોકોમા વિટામીન – ડી ની ઉણપ જોવા મળે છે. વિટામીન-ડી ની ઉણપ શિતકાલીન દેશોની સાથે વધુ તડકો પડનાર દેશોમા પણ વિટામીન – ડીની ખામી જોવા મળે છે. વિટામીન – ડી નર્વસ સિસ્ટમ , મસ્કુલોસ્કેકેટલ સિસ્ટમ અને ઈમ્યુનિટી સિસ્ટમ માટે મહત્વનુ છે.

સપ્લીમેન્ટના સેવન દ્વારા વિટામીન – ડીની ઉણપ દૂર કરી શકાય

નોકરીયાત વર્ગને પુરતો ખોરાક પ્રાપ્ત નથી થતો જેથી તેમનામા વિટામીનની ઉણપ જોવા મળે છે. નોકરીયાત વર્ગ પાસે સમયના અછતના કારણે તાજા ફળો અને લીલા શાકભાજી ખાઈ શકતા નથી તેથી વિટામીનની ઉણપ દૂર કરવા માટે લોકો બહારનો ખોરાક લેતા હોય છે. પરંતુ બજારમા મળતા ખોરાક બધા સારા નથી હોતા માટે તેમને બહારના સપ્લીમેંટ્સ પર આધાર રાખવો પડે છે.

વિટામીન- ડીની ઉણપ ધરાવનારાઓએ કેલ્શિયમની માત્રા શા માટે બનાવી રાખવી

વિટામીન- ડીની ઉણપ ધરાવતા લોકોને શરીરમા સાંધાના દુખાવા, દાંતની સમસ્યા જોવા મળે છે. સવારનો સૂર્ય પ્રકાશ વિટામીન- ડી મેળવવાનો એક ઉત્તમ સ્ત્રોત છે. જેનાથી હાડકા અને ત્વચા સારી રહે છે. બદામ, નટ્સ અને માછલી જેવા ખોરાકનુ સેવન કરીને વિટામીન- ડી મેળવી શકીએ છીએ. એક સંશોધન અનુસાર જે લોકોને વિટામીન- ડીની ઉણપ હોય તેવા લોકોને શરીરમા કેલ્શિયમની જરુરીયાત માત્રા હોવુ ખૂબ જ જીરુરી છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles