fbpx
Friday, March 29, 2024

તમારી જીવનશૈલી બદલીને માનસિક તણાવ દૂર કરો

સોશિયલ મીડિયાના યુગમાં લોકોમાં અલગ-અલગ બીમારી જોવા મળે છે, જેમાં અત્યારે યુવાનોમાં સૌથી વધારે માનસિક બીમારી જોવા મળે છે. જેનું કોઈ પણ કારણ હોઈ શકે છે જેમાં વર્ક પ્રેશર, એકલતાપણુ અથવા તો તેની જીવન શૈલીના કારણે તણાવ ઉત્પન્ન થતો હોય છે. અત્યારે યુવાનો આસપાસના લોકો કરતા વધારે મહત્વ મોબાઈલ ફોનને આપે છે. જેના કારણે તે માનસિક રુપથી એકલવાયુ અનુભવે છે, જેથી તે માનસિક બીમારીનો ભોગ બને છે અને માનસિક તણાવ આગળ જતા ડિપ્રેશનમાં ફેરવાય છે.

લોકો આસપાસના લોકો કરતા સોશિયલ મીડિયાના મિત્રો સાથે વધુ સમય પસાર કરે છે. જો તમારે દવા અને કસરત વગર માનસિક તણાવ અને ડિપ્રેશનથી દૂર રહેવુ હોય તો વધુ માહિતી જાણવા આ આલેખમા વાંચો.

પોતાની જાતને પ્રેમ કરવો

માનસિક તણાવને દૂર કરવા માટેની થેરેપીમાં જણાવવામાં આવે છે કે વ્યકતિને મનપસંદ એકટિવટી કરવી જોઈએ, જેથી મન પ્રફુલિ થઈ શકે અને ખુશી મળી શકે. જો વ્યકતિને વાંચવાનો શોખ હોય તો તેને દિવસમાં એકથી બે વાર પુસ્તક વાંચવુ જોઈએ. ખાલી સમયમાં સંગીત સાંભળવુ જોઈએ.

પૂરતી ઊંઘ લેવી જોઈએ

જો વ્યક્તિને પૂરતી ઊંઘ ન મળવાથી માનસિક તણાવની સમસ્યા ઉદભવે છે. વ્યક્તિએ દિવસમાં 7-8 કલાકની ઊંઘ લેવી જોઈએ, જો તેનાથી ઓછી ઊંઘ મળતી હોય માનસિક તણાવ થાય છે. 7-8 કલાકની ઊંઘ લેવાથી દિવસ દરમિયાન તાજગી અનુભવાય છે.

સોશિયલ નેટવર્કિગ વધારવુ

સોશિયલ મીડિયાના યુગમાં લોકો ભીડમાં હોવા જતા પણ એકલતા અનુભવતા હોય છે. મનુષ્ય માટે એકલતાના કારણે માનસિક તણાવ અનુભવાય છે, જે શરીર માટે હાનિકારક છે.જો તમે સોશિય નેટવર્કિગ વધારશો તો તમને તણાવનો ઓછો અનુભવશો.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles