fbpx
Wednesday, April 24, 2024

માત્ર હસવાના જ નહીં, રડવાના પણ અનેક સ્વાસ્થ્ય લાભો છે, તમે પણ જાણો…

માણસ પોતાની ભાવનાઓને અનેક રીતે વ્યક્ત કરી શકે છે. માણસમાં રહેલો આ ગુણ જાનવરો કરતા અલગ છે. રડવું પણ વ્યક્તિનો એક નેચરલ ઇમોશન એક્સપ્રેશન છે. માણસ જ્યારે રડે ત્યારે એના દુખ તો વ્યક્ત કરી જ શકે છે પરંતુ સાથે-સાથે ખુશી પણ વ્યક્ત કરે છે. જો કે આ વાત જાણીને સાચી નહીં લાગે પરંતુ આ હકીકત છે. પરંતુ જ્યારે વ્યક્તિ રડે ત્યારે અને એને નબળાઇ સાથે જોડી દેવામાં આવે છે જે લોકોની સૌથી મોટી ભૂલ હોય છે. પરંતુ વિજ્ઞાનમાં આને એક નેચરલ પ્રોસેસ કહેવાય છે જેનાથી આપણાં સ્વાસ્થ્યને સકારાત્મક ફાયદો મળે છે.

આપણે આપણી ભાવનાઓને વ્યક્ત કરતા નથી અને રડતા પણ નથી તો આપણાં શરીરમાં શારિરિક અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. આ સાથે જ આપણી ઇમ્યુનિટીને પણ નબળી કરી શકે છે. આ કારણે હાર્ટ ડિસીઝ, હાઇપરટેન્શ, હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા થઇ શકે છે. આટલું જ નહીં તણાવ, અસ્વાદ અને ચિંતા પણ આપણને બીમાર કરી શકે છે. તો જાણી લો તમે પણ રડવાથી આપણાં સ્વાસ્થ્યને થતા આ ફાયદાઓ વિશે.

રડવાના ફાયદા

સ્ટ્રેસ લેવલ ઓછુ થાય

ઘણી વાર આપણે ખૂબ થાકી જઇએ, હાલત ખરાબ હોય ત્યારે સ્ટ્રેસ લેવલ હાઇ થઇ જાય છે. એવામાં આપણે ખૂબ જ કંટાળી જઇએ છીએ અને અનેક મુશ્કેલીઓથી આપણે ઘેરાઇ જઇએ છીએ ત્યારે આપણાં આંખમાંથી આસું આવે છે. જો કે આ વાત સાચી છે કે જ્યારે તમે ખુલીને રડી લો ત્યારે તમે સારુ ફિલ કરો છે. આ સાથે જ સ્ટ્રેસ અને માનસિક થાક પણ ઓછુ થઇ જાય છે.

મન હળવુ થાય

બાળકો જ નહીં, મોટા લોકો પણ જ્યારે રડે છે ત્યારે એમનું મન હળવુ થઇ જાય છે. પરંતુ આપણાં સમાજમાં પુરુષોનું રડવું એ સારું માનવામાં આવતુ નથી. આમ તમને એક વાત એ જણાવી દઇએ કે પુરુષો પણ ક્યારેક રડી લે છે તો એમનો મન હળવુ થઇ જાય છે.

આંખો ચોખ્ખી થાય

માનસિક સ્વાસ્થ સિવાય આંખો માટે પણ રડવું ફાયદાકારક છે. રડવાથી આંખોમાં આસું આવે છે જે આંખોને ક્લિન કરે છે અને સાથે-સાથે મસલ્સને પણ સ્ટ્રેસ ફ્રી બનાવે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles