fbpx
Friday, April 19, 2024

આ જ્યુસથી પેટની ચરબી ઝડપથી ઓગળી જશે, ખાલી પેટે જ્યુસ પીવાથી 1 મહિનામાં 3 કિલો વજન ઘટાડશે.

વજન ઝડપથી વધે છે, પરંતુ ઘટાડવું અઘરું છે. જોકે, કેટલીક ટિપ્સ અને ટ્રિક્સથી ઘરેલુ ઉપચાર દ્વારા તેને ઘટાડવામાં સરળતા રહે છે. વજન ઘટાડવા માંગતા લોકો માટે અહીં એક પદ્ધતિ આપવામાં આવી છે. જેનાથી મહિનામાં ઓછામાં ઓછું 3 કિલો વજન ઘટાડી શકાશે. આ પદ્ધતિ શાકભાજીના રસની છે.

ખાસ વાત એ છે કે આ જ્યૂસ એટલો અસરકારક છે કે તેનાથી તમારા પેટમાં જમા થયેલી ચરબી પણ ઓગળી જશે. તો આવો જાણીએ આ જ્યૂસ શેનાથી અને કેવી રીતે બનશે?

પેટની આસપાસની ચરબીને ઘટાડવી સૌથી મુશ્કેલ હોય છે, પરંતુ આ રસથી તે ઓગળી શકે છે. વજન ઘટાડવા માટે આહાર પર નિર્ભર રહેતા લોકો માટે યોગ્ય ટીપ છે. જેનાથી ચરબી ઘટી જશે.

દૂધી – એલોવેરા – લીંબુનો રસ

દૂધી- એલોવેરા- લીંબુનો રસ દિવસની શરૂઆત કરવાની સાચી રીત છે, તે શરીરને પોષણથી ભરી દે છે અને પેટની ચરબીને ઓગાળી નાંખે છે. સવારે ખાલી પેટે એક ગ્લાસ દૂધી રસ પીને મેટાબોલિક રેટને ઝડપી બનાવવા વિશે લખ્યું છે. મેટાબોલિક રેટ વધારે હશે તો ઝડપથી વજન ઘટશે.

100 ગ્રામ દૂધીમાં ફક્ત 15 કેલરી અને માત્ર 1 ગ્રામ ચરબી હોય છે.

આ ઉપરાંત દૂધીમાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે જે તૃપ્તિ વધારે છે અને તમને વધુ પડતો ખોરાક ખાવાથી બચાવે છે. ફાઇબર સરળ પાચનમાં પણ મદદ કરે છે, જે વજન ઘટાડવાની પ્રક્રિયાને આગળ ધપાવે છે.

દૂધીનો જ્યુસ બનાવવાની રીત

દૂધીના રસની રેસીપીમાં, દૂધી સાથે અન્ય શાકભાજી ન ઉમેરવા જોઈએ. દૂધીની છાલ કાઢો, તેને નાના ટુકડામાં કાપો. ત્યારબાદ રસ કાઢી લો અને 2 ચમચી એલોવેરાનો રસ, મીઠું, લીંબુ અને ફુદીનાના ઝીણા સમારેલા પાંદડા સાથે મિક્સ કરીને પીવો. જ્યુસને ફિલ્ટર કરશો નહીં, કારણ કે તેનાથી તેની ફાઇબરની માત્રાને દૂર થશે.

નોંધનીય છે કે, આ રસ ઝડપથી ઓક્સિડાઇઝ થાય છે. જેથી બન્યા બાદ તરત જ પીવો જોઈએ. એક વાત યાદ રાખવા જેવી છે કે લોટનો રસ બને કે તરત જ પીવો જોઈએ. જો તમે વધુ સમય બાદ પીશો તો તમે કેટલાક પોષક તત્વો ગુમાવી દેશો.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. તેને અપનાવતાં પહેલાં ડોક્ટરની સલાહ લો. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles