fbpx
Tuesday, March 28, 2023

આ ફળને બીટરૂટમાં નાખીને તેનો રસ કાઢવાથી કોલેસ્ટ્રોલથી લઈને બીપી જેવી અનેક સમસ્યાઓમાં રાહત મળશે.

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

બીટનો જ્યૂસ હેલ્થ માટે અનેક રીતે ફાયદાકારક છે. બીટના જ્યૂસનું તમે રેગ્યુલર સેવન કરો છો તો શરીરની અનેક બીમારીઓને દૂર કરવાની તાકાત ધરાવે છે. બીટનું સેવન તમે અનેક રીતે કરી શકો છો. બીટનો જ્યૂસ, સલાડ તેમજ બીજા અનેક પ્રકારને તમે ખાઇ શકો છો. બીટમાં ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે જે શરીરની અનેક બીમારીઓ સામે લડવામાં મદદરૂપ બની છે. આમ, જો તમે નિયમિત રીતે બીટનો જ્યૂસ પીઓ છો તો કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલ થાય છે. તમે દિવસની હેલ્ધી શરૂઆત કરવા ઇચ્છો છો તો આ જ્યૂસ દરેક લોકોએ પીવું જોઇએ. તો જાણો ઘરે કેવી રીતે બનાવશો બીટનો આ હેલ્ધી જ્યૂસ.

સામગ્રી

  • એક બીટ
  • અડધુ સફરજન
  • એક ટામેટું
  • એક ગાજર
  • એક નાનો ટુકડો આદુ
  • અડધી ચમચી શેકેલો જીરું
  • અડધી ચમચી ચાટ મસાલો
  • અડધી ચમચી કાળુ મીઠું
  • સ્વાદાનુંસાર મીઠું

બનાવવાની રીત

  • દિવસની શરૂઆત હેલ્ધી કરવા માટે બીટનો જ્યૂસ સૌથી બેસ્ટ છે.
  • આ જ્યૂસ બનાવવા માટે સૌ પ્રથમ બીટને સારી રીતે ધોઇ લો.
  • પછી બીટને છોલીને એના કટકા કરી લો.
  • હવે ટામેટા, ગાજર, સફરજન અને આદુના ટુકડા કરી લો.
  • મિક્સર જાર લો અને એમાં આ વસ્તુઓ નાંખીને ક્રશ કરી લો.
  • તમને જરૂર લાગે તો તમે થોડુ પાણી એડ કરી શકો છો.
  • પછી મિક્સરમાં શેકેલું જીરું, કાળુ મીઠું અને સ્વાદાનુંસાર સફેદ મીઠું નાંખીને એક વાર મિક્સર ચન કરી લો.
  • હવે ત્રણથી ચાર વાર ગ્રાઇન્ડ કરીને એક વાસણમાં ગળણીથી ગાળી લો.
  • રસ હવે ગ્લાસમાં કાઢી લો અને પછી ઉપરથી ચાટ મસાલો નાંખો.
  • ટેસ્ટી અને હેલ્ધી બીટનો જ્યૂસ બનીને તૈયાર છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles