fbpx
Thursday, March 23, 2023

ચહેરા પરના બ્લેકહેડ્સ દૂર કરવા માટે ઘરે જ બનાવો આ સ્ક્રબ, આડઅસર વિના ચહેરો સાફ થઈ જશે

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

દરેક મહિલા ઇચ્છે છે કે એની સ્કિન ગ્લોઇંગ, પિંપલ ફ્રી અને હંમેશ માટે ચમકતી રહે. ગ્લોઇંગ સ્કિન માટે મહિલાઓ અનેક પ્રકારની બ્યૂટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતી હોય છે, તેમ છતા ધૂળ, માટી અને પ્રદુષણની અસર સ્કિન પર થતી હોય છે. આ બધી તકલીફો વચ્ચે સૌથી મોટી કાળા ડાધા-ધબ્બા અને બ્લેકહેડ્સની સમસ્યા છે. ચહેરા પરના બ્લેકહેડ્સ તમારી પર્સનાલિટીની ચાડી ખાય છે. આ માટે ફેસ પરથી બ્લેકહેડ્સને રિમૂવ કરવા ખૂબ જરૂરી છે. તમે બ્લેકહેડ્સ રિમૂવ કરવા આ ઘરેલું સ્ક્રબનો ઉપયોગ કરો છો તો સૌથી બેસ્ટ છે. તો જાણો આ વિશે.

આ રીતે ફેસ સ્ક્રબ બનાવો

  • 2 ચમચી મગફળીનો પાવડર
  • એક ચમચી કોફી પાવડર
  • એક ચમચી મધ
  • એક કપ પાણી

આ રીતે ઘરે બનાવો

  • સૌથી પહેલાં એક બાઉલમાં મગફળીનો પાવડર લો.
  • પછી આમાં થોડો કોફી પાવડર મિક્સ કરો.
  • બન્ને વસ્તુઓને બરાબર મિક્સ કરી લો અને એમાં મધ અને પાણી નાંખીને પેસ્ટ તૈયાર કરી લો.
  • તો તૈયાર છે હોમમેડ સ્ક્રબ

આ રીતે ફેસ પર લગાવો

  • આ ફેસ સ્ક્રબ લગાવતા પહેલાં ચહેરાને બરાબર પાણીથી ધોઇ લો.
  • પછી આ સ્ક્રબ લગાવો અને 5 થી 7 મિનિટ માટે મસાજ કરો.
  • તમે આ સ્ક્રબનો ફેસ પેક તરીકે પણ ઉપયોગ કરી શકો છો.
  • ત્યારબાદ ચહેરાને ચોખ્ખા પાણીથી ધોઇ લો.
  • આ સ્ક્રબ તમારા ફેસ પર મસ્ત રિઝલ્ટ આપે છે.

સ્કિનને થાય છે આ ફાયદાઓ

હાઇડ્રેટ કરે

મગફળીમાંથી બનાવવામાં આવેલું આ સ્ક્રબ ચહેરા પર લગાવવાથી સ્કિન અંદરથી હાઇડ્રેટ થાય છે. સ્કિન અંદરથી હાઇડ્રેટ રહેશે તો એન્જિંગ જેવા લક્ષણો જેમ કે કરચલીઓ, રિંકલ્સ જેવી સમસ્યાઓમાંથી છૂટકારો મળશે.

ડાઘા-ધબ્બા દૂર થાય

મગફળીમાં વિટામીન ઇ, બી અને સી જેવા એન્ટી ઓક્સિડન્ટ્સ તત્વો હોય છે, જે પોષક તત્વ સ્કિનના સૂર્યના હાનિકારક કિરણો અને બ્યૂટી પ્રોડક્ટ્સને કારણે થતા ડાધા-ધબ્બાઓને છૂ કરવાની તાકાત ધરાવે છે. આ એક બેસ્ટ સ્ક્રબ સ્કિન માટે સાબિત થાય છે.

(નોધ: આ ફેસ સ્ક્રબનો સ્કિન પર ઉપયોગ કરો છો અને ખંજવાળ જેવી કોઇ સમસ્યા થાય છે તો તરત જ લગાવવાનું બંધ કરી દો અને એક્સપર્ટની સલાહ અવશ્ય લો.)

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles