fbpx
Friday, April 26, 2024

વિજયા એકાદશી પ્રેમમાં પણ લાવશે સફળતા! જાણો કેવી રીતે પૂર્ણ થશે વિવિધ ઈચ્છાઓ?

આજે વિજયા એકાદશીનો રૂડો અવસર છે. એક કથા અનુસાર મહા માસના વદ પક્ષની આ એકાદશીનું વ્રત તો સ્વયં શ્રીરામચંદ્રજીએ પણ કર્યું હતું. અને તેના દ્વારા જ તેમણે રાવણ સામેના યુદ્ધમાં વિજયની પ્રાપ્તિ કરી હતી. પણ, વાસ્તવમાં આ એકાદશી અનેકવિધ ફળની પ્રાપ્તિ કરાવનારી છે. કહે છે કે આ દિવસે કેટલાંક સચોટ ઉપાય અજમાવીને તમે તમારી વિવિધ મનશાઓને સિદ્ધ કરી શકો છો.

આવો, તે વિશે વિગતે જાણીએ.

સંતાન પ્રાપ્તિ અર્થે

સંતાન પ્રાપ્તિની મનશા રાખતા દંપતીએ એકાદશીના દિવસે એકસાથે જ ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઇએ. ભગવાન વિષ્ણુને ધૂપ, દીપ, પુષ્પ, ચંદન તેમજ તુલસીજી અર્પણ કરવા જોઈએ. સાથે જ ચાંદીના વાસણમાં દૂધમાં સાકર ઉમેરીને પીપળાના વૃક્ષમાં અર્પણ કરો. માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી આપને સુંદર અને સુયોગ્ય સંતાનની પ્રાપ્તિ થશે.

ખાસ મનશાની પૂર્તિ અર્થે

કોઈ ખાસ મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ અર્થે એકાદશીએ સર્વપ્રથમ સૂર્યનારાયણને ગંગાજળ અર્પણ કરો. ત્યારબાદ શ્રીરામની પૂજા કરો. પૂજામાં કેળા, લાડુ, લાલ રંગનું પુષ્પ અર્પણ કરી એક દીપ પ્રજ્વલિત કરો. આ દિવસે ખાસ ચંદનની અગરબત્તી કરો અને ભગવાનને ખજૂર તેમજ બદામનો ભોગ જરૂરથી અર્પણ કરો. ત્યારબાદ “ૐ સિયા પતિયે રામ રામાય નમઃ” મંત્રનો 108 વખત જાપ કરો.

દાંપત્ય જીવનમાં મધુરતા લાવવા

જો દાંપત્ય જીવનમાં તણાવ ચાલી રહ્યો હોય, પતિ-પત્ની વચ્ચે સતત ઝઘડા થઈ રહ્યા હોય, વિચારોમાં મતભેદ રહેતો હોય તો જરૂરથી આ ઉપાય અજમાવો. વિજયા એકાદશીએ પિત્તળના કળશમાં ગંગાજળ ઉમેરીને તેમાં થોડી હળદર, પીળું ચંદન, તુલસીના પાન ઉમેરો. ત્યારબાદ આખા ઘરમાં તે પાણીનો છંટકાવ કરો. યાદ રાખો, ઘરના દરેકે દરેક ખૂણામાં આ પાણીનો છંટકાવ કરવો. કહે છે કે તેનાથી ગૃહકલેશ દૂર થશે અને દાંપત્ય જીવનમાં મીઠાશ આવશે.

પ્રેમમાં સફળતા અર્થે !

કહે છે કે આજના દિવસે તુલસી અને પીળા રંગના પુષ્પથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી પ્રેમ સંબંધમાં આવતી અડચણો દૂર થાય છે. અને તેમાં સફળતાના યોગ બને છે. એ જ રીતે આ વિધિથી લગ્નજીવન સંબંધિત સમસ્યાઓમાં પણ રાહત મળે છે.

કોર્ટ-કચેરીમાં રાહત

જો આપના શત્રુ આપને કોર્ટ કચેરીમાં પરેશાન કરી રહ્યા હોય તો ભગવાન વિષ્ણુના સહસ્ત્ર નામનું ઉચ્ચારણ કરતા કરતા કાચા અક્ષતને લાલ રંગથી રંગી લો. એટલે કે તેને કુમકુમ સાથે મિક્સ કરી લો. ત્યારબાદ તેને લાલ રંગના સુતરાઉ કપડામાં બાંધીને કોઈ વિષ્ણુ મંદિરમાં કે પછી કોઈ બ્રાહ્મણને તેનું દાન કરી દો. કહે છે કે તેનાથી આપને કોર્ટ-કચેરી સંબંધી કેસોમાં રાહતની પ્રાપ્તિ થશે.

શત્રુમુક્તિ અર્થે

એક માન્યતા અનુસાર આજના દિવસે ભગવાન વિષ્ણુને શંખ અર્પણ કરવાથી વ્યક્તિને શત્રુઓ પર વિજયની પ્રાપ્તિ થાય છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles