fbpx
Thursday, March 23, 2023

શું તમે ભૂલી જાઓ છો કે તમે વસ્તુઓ ક્યાં મૂકી છે? આ જ્યોતિષીય ઉપાય ભૂલી જવાની સમસ્યામાં રાહત આપશે!

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

આપણાં જ્યોતિષ શાસ્ત્રમાં વિવિધ સમસ્યાઓથી મુક્તિ અર્થે વિવિધ ઉપાયોનું વર્ણન મળે છે. અને કંઈક આવાં જ ઉપાયો ભૂલવાની બીમારીથી મુક્તિ માટે પણ મળે છે ! સામાન્ય રીતે ઉંમર વધે એમ વ્યક્તિની યાદશક્તિ ઘટતી જતી હોય છે અને તેને બધું ભૂલવાની આદત પડી જતી હોય છે. પરંતુ, આજે તો આ ભૂલવાની બીમારી જાણે યુવાનોમાં પણ ઘર કરી ગઈ છે.

કોઈ વસ્તુ મૂક્યા પછી યાદ જ નથી રહેતું કે તે ક્યાં મૂકી ! તો ઘણીવાર કોઈને શું કહેવાનું હતું, કયા કામ માટે જવાનું હતું એ પણ લોકો ભૂલી જાય છે ! એટલું જ નહીં, ક્યારેક તો ખરાખરીના સમયે પોતાનો જ પાસવર્ડ યાદ નથી આવતો ! શું તમારી સાથે પણ કંઈ આવું થઈ રહ્યું છે ? જો હા, તો તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં તમારી આ સમસ્યાનું સમાધાન છે. ત્યારે આવો, એ જાણીએ કે આખરે કયા ઉપાયો દ્વારા તમે આ સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો.

ભૂલવાની સમસ્યા !

ભૂલવાની સમસ્યા હંમેશા માનસિક બીમારીનો સંકેત નથી હોતી. ઘણીવાર આપણી એકાગ્રતા અભાવના લીધે પણ આવું બની શકે છે. આ સમયે કેટલાંક એવાં જ્યોતિષીય ઉપાય અપનાવવાની ભલામણ કરવામાં આવે છે કે જે આપની યાદશક્તિમાં વૃદ્ધિ કરે છે. અને ધીમે-ધીમે તમારી ભૂલવાની આદતને પણ દૂર કરી દે છે. કેટલીક ધાર્મિક વિધિઓનું અનુસરણ કરીને તેમજ કેટલાંક લૌકિક ઉપાયો અજમાવીને તમે આ સમસ્યામાં રાહત મેળવી શકો છો.

સરળ ઉપાયથી સમાધાન !

⦁ ધ્યાન એ એકાગ્રતાને, સ્મરણશક્તિને વધારવા માટે સૌથી મદદરૂપ થઈ શકે છે. એટલે, ભૂલવાની બીમારીથી મુક્તિ મેળવવાનો સર્વ પ્રથમ અને અકસીર ઉપાય જ એ છે કે તમે નિત્ય ધ્યાનમાં બેસો. ભલે ઘણો ઓછો સમય ફાળવી શકો પણ ધ્યાનમાં જરૂરીથી બેસો !

⦁ જીવન માત્ર ખુશીઓ લઈને જ નથી આવતું. સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખની ઘટમાળ ચાલતી રહે છે. એટલે ગમે તેવી વિપદા આવી પડે તો પણ સતત ચિંતા ન કરો. તણાવથી દૂર રહો. કેમ કે તણાવ તમારી વિચારવાની ક્ષમતાને, યાદ રાખવાની ક્ષમતાને અવરોધે છે.

⦁ લોકો સાથે હળીભળીને હસતા રહો. યાદ રાખો, હાસ્યથી શ્રેષ્ઠ ઔષધ બીજું કોઈ નથી. તે તમારા મસ્તિષ્કને પણ પ્રસન્નતાથી ભરી દેશે અને સ્વસ્થ મગજથી સ્મરણ શક્તિ પણ મજબૂત થશે.

⦁ જ્યોતિષ શાસ્ત્રમાં જણાવ્યાનુસાર નિત્ય સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવાથી પણ યાદશક્તિમાં વૃદ્ધિ થાય છે. વાસ્તવમાં સૂર્યદેવતા જ ઊર્જાનો સૌથી મોટો સ્તોત્ર છે. એટલે, શક્ય હોય તો સવારના કૂણા તડકામાં બેસવું જોઈએ. તે તમારા અંગોમાં નવી ચેતનાનો સંચાર કરશે.

⦁ એક માન્યતા અનુસાર ગાયત્રી યજ્ઞ કરવાથી વિધ વિધ પ્રકારના રોગથી મુક્તિના આશિષ પ્રાપ્ત થતા હોય છે. એટલે આ ભૂલવાની બીમારીથી મુક્તિ અર્થે તમે કોઈ જાણકાર બ્રાહ્મણ પાસે આ યજ્ઞ કરાવી શકો છો.

⦁ યાદશક્તિમાં વૃદ્ધિ અર્થે પૂનમના દિવસે એક ખાસ ઉપાય અજમાવો. પૂર્ણિમાએ સોળે કળાએ ખીલેલા ચંદ્ર સન્મુખ બેસીને “ૐ નમ: શિવાય ।” મંત્રનો જાપ કરવો જોઈએ.

⦁ યાદ રાખો ક્યારેય કોઈની નિંદા ન કરો. તમારા વિચારોને હંમેશા સકારાત્મક ઊર્જાથી ભરેલા રાખો.

⦁ જો બાળકોમાં વાંચેલું ભૂલવાની આદત હોય તો તેમને બળજબરી પૂર્વક ભણવાનું દબાણ ન કરો. તેમને લાંબા સમય સુધી ભણવા ન બેસાડો. વચ્ચે વચ્ચે થોડીવાર માટે ફ્રી કરો. તણાવ સર્જવાને બદલે પ્રેમ અને હૂંફથી કામ લો. તેનાથી તેમની યાદશક્તિમાં વધારો થશે.

⦁ યાદ રાખો, કે મગજ સક્રિય રહે તે માટે નિત્ય વ્યાયામ કરવો પણ એટલો જ જરૂરી છે.

⦁ તળેલું ભોજન ઓછું લો અને તેના બદલે લીલા શાકભાજી વધારે ખાવ. એ જ રીતે વીટામીન સી વાળા ફળ એટલે કે ખાટ્ટા ફળ પણ આપના માટે લાભદાયી સાબિત થશે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles