fbpx
Friday, March 29, 2024

શું તમારા નાણાં પણ ક્યાંક ફસાયેલા છે? આ મહાશિવરાત્રી પર નંદી મહારાજ નાણાં પરત કરાવશે!

મહાશિવરાત્રીએ ભગવાન શિવના ભક્તો માટે વર્ષનો સૌથી મહત્વપૂર્ણ પર્વ મનાય છે. તે શિવ અને શક્તિના મિલનનો અવસર છે. શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રીએ જ ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા. શાસ્ત્રો અનુસાર માનવામાં આવે છે કે મહાશિવરાત્રીએ જ સૃષ્ટિનો પ્રારંભ થયો હતો. ગરુડ પુરાણ, સ્કંદ પુરાણ, પદ્મપુરાણ અને અગ્નિપુરાણમાં પણ શિવરાત્રિનું વર્ણન જોવા મળે છે.

પ્રચલિત કથા અનુસાર આ દિવસે જે જીવ બીલીપત્રથી શિવજીની પૂજા કરે છે અને રાત્રિ જાગરણ કરીને ભગવાન શિવના મંત્રોનો જાપ કરે છે તેને ભગવાન શિવ આનંદ અને મોક્ષ પ્રદાન કરે છે. અલબત્, સંસારીઓને તો તેમની મનશા અનુસાર ફળની પ્રાપ્તિ કરાવનારો છે આ પર્વ. તે તમને ધન પ્રાપ્તિના આશિષ પણ પ્રદાન કરશે અને તમારા અટવાઈ ગયેલા નાણાં પણ પરત અપાવશે. આવો, તે વિશે વિગતે જાણીએ.

આર્થિક તંગીથી મુક્તિ અર્થે

⦁ જો આપને નોકરી ધંધામાં સમસ્યા આવી રહી હોય તો આ મહાશિવરાત્રીએ જરૂરથી વ્રત રાખવું. અને જળની અંદર મધ ઉમેરીને શિવલિંગ પર અભિષેક કરવો.

⦁ કહે છે કે જો આ અભિષેક ચાંદીના કળશથી કરતા કરતા “ૐ નમઃ શિવાય” અને “ૐ પાર્વતીપતયે નમઃ” મંત્રનો 108 વાર જાપ કરવામાં આવે તો તેનાથી આપની આર્થિક સ્થિતિમાં સુધારો આવે છે.

⦁ મહાદેવને દાડમના પુષ્પ પણ અત્યંત પ્રિય મનાય છે. કહે છે કે તે તેના દ્વારા પણ આપના આર્થિક સંકટોનું શમન થાય છે.

સુખમય જીવન અર્થે

મહાશિવરાત્રીએ જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાથી જીવનમાં આવતી તમામ સમસ્યાઓનો અંત આવે છે. તેમજ આપનું આવનારું જીવન પણ સુખમય પસાર થાય છે.

લક્ષ્‍મી પ્રાપ્તિ અર્થે

⦁ એક માન્યતા અનુસાર જો ભોળાનાથને શેરડીના રસથી અભિષેક કરવામાં આવે તો ભક્તને અપાર લક્ષ્‍મીની પ્રાપ્તિ થાય છે. તથા માતા લક્ષ્‍મીનો કાયમી આપના ઘરમાં નિવાસ રહે છે.

⦁ ધન પ્રાપ્તિ અર્થે મહાશિવરાત્રીએ શિવલિંગ પર મધ અને શુદ્ધ ઘીથી અભિષેક કરવો પણ શુભ માનવામાં આવે છે.

⦁ જેમને સંપત્તિ પ્રાપ્તિની મનશા છે તેઓ મહાશિવરાત્રીએ ભોળાનાથને દહીંથી રુદ્રાભિષેક પણ કરી શકે છે. કહે છે કે તેનાથી પ્રસન્ન થઈ મહાદેવ સંપત્તિમાં વૃદ્ધિના આશિષ પ્રદાન કરે છે.

અટવાઈ ગયેલા નાણાંની પ્રાપ્તિ અર્થે

જો આપનું ધન ક્યાંક અટવાઈ ગયું હોય, પ્રયત્ન કરવા છતાં નાણાં પરત ન મળી રહ્યા હોય તો તેને પ્રાપ્ત કરવા માટે મહાશિવરાત્રી ખૂબ જ સારો અવસર મનાય છે. આ દિવસે ભગવાન શિવના વાહન નંદીને એટલે કે બળદને ઘાસચારો નીરવો જોઇએ. કહે છે કે મહાશિવરાત્રીએ આ કાર્ય કરવાથી અટકેલું ધન પરત મળી જાય છે. સાથે જ મહાશિવરાત્રીએ સાંજના સમયે મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરવાથી પણ વિશેષ લાભની પ્રાપ્તિ થાય છે.

કુંડળીના ગ્રહોને મજબૂત કરવા

જો આપની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ નબળી હોય તો મહાશિવરાત્રિના દિવસે આપે શિવલિંગ પર દુગ્ધાભિષેક કરતા સમયે “ૐ નમઃ શિવાય” મંત્રનો જાપ જરૂરથી કરવો જોઈએ.

મનોકામનાની પૂર્તિ અર્થે

જો આપને કોઇ ખાસ મનશાની પૂર્તિની ઇચ્છા હોય તો આજના દિવસે શિવજીને તેમની પ્રિય વસ્તુઓ જરૂરથી અર્પણ કરવી. કહે છે કે તેનાથી આપની તમામ મનોકામના પૂર્ણ થાય છે.

દુઃખ નિવારણ અર્થે

મહાશિવરાત્રીએ 108 વખત “ૐ પાર્વતીપતયે નમઃ” મંત્રનો જાપ કરવો. અને શિવલિંગ પર અભિષેક કરતા રહેવું. તેનાથી વ્યક્તિના દરેક પ્રકારના દુઃખ દૂર થવાની માન્યતા પ્રચલિત છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles