fbpx
Tuesday, March 28, 2023

હોળી આ 5 રાશિના લોકોને સમૃદ્ધ બનાવશે! જાણો કોનું નસીબ ચમકવાનું છે?

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક રૂપે દર વર્ષે ફાગણ સુદ પૂનમે હોળીનો પર્વ ઉજવવામાં આવે છે. ખાસ, વાત એ છે કે આ વખતે હોળી અનેક શુભ સંયોગ સાથે આવી રહી છે. જ્યોતિષાચાર્યોના મતે આ શુભ સંયોગ 5 રાશિના જાતકો માટે અત્યંત લાભદાયી સાબિત થવાનો છે. ત્યારે આવો, આજે એ જાણીએ કે આ શુભ સંયોગ શું છે ? અને કઈ રાશિના જાતકોને ધનલાભની શક્યતાઓ વર્તાઈ રહી છે.

ગ્રહ સંયોગ

હોળીના દિવસે કુંભ રાશિમાં સૂર્ય, બુધ અને શનિનો ત્રિગ્રહી યોગ બનશે. તેની સાથે જ મીન રાશિમાં ગુરુ અને શુક્રની યુતિથી શુભ યોગ બની રહ્યો છે. શુક્ર પોતાની ઉચ્ચ રાશિમાં હોવાના કારણે માલવ્ય યોગ અને ગુરુ પોતાની સ્વરાશિમાં હોવાના કારણે હંસ રાજયોગ બની રહ્યો છે. ગ્રહોનું આ પરિવર્તન મેષ, મિથુન, સિંહ, ધન અને મીન રાશિના જાતકો માટે લાભદાયી બની રહેશે.

મેષ રાશિ

બૃહસ્પતિ એટલે કે ગુરુ ગ્રહ મીનમાં છે. પરંતુ, તે આ વર્ષે મેષમાં ગોચર કરશે. આવામાં મેષ રાશિના જાતકો માટે સુખ અને સમૃદ્ધિના દ્વાર ખુલી જશે. નોકરીમાં પ્રગતિ, બઢતીની શક્યતા છે. તો, વ્યાપારમાં ઉન્નતિના યોગ દેખાઈ રહ્યા છે.

મિથુન રાશિ

આ ગ્રહ પરિવર્તનથી આપના ઘરમાં કોઇ માંગલિક કાર્ય સંપન્ન થઇ શકે છે. કાર્યસ્થળ પર સકારાત્મક પરિણામ જોવા મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે તેમજ આપના આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થશે.

સિંહ રાશિ

આ ગ્રહ પરિવર્તનથી આપને દરેક કાર્યમાં સફળતા મળશે. દેવગુરુ બૃહસ્પતિની વિશેષ કૃપા આપના પર રહેશે. સંતાન પ્રાપ્તિના યોગ પણ બની રહ્યા છે. નોકરી અને વ્યાપારમાં આ ગ્રહ ગોચર શુભ ફળદાયી બની રહેશે.

ધન રાશિ

આપના જીવનમાં આ ગ્રહ પરિવર્તન કાર્યસ્થળમાં પ્રમોશનના યોગ દર્શાવે છે. તમને નવી જવાબદારીઓ ઉપાડવાની તક મળશે. આપના માન-સન્માનમાં વધારો થશે. વ્યાપારમાં કેટલાક નવા સુધારાઓ કરવા માટે તમે સક્ષમ બનશો. અલબત્, આ બધાની વચ્ચે આપે આપના સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવાની જરૂર રહેશે.

મીન રાશિ

ગુરુ પોતાની રાશિમાં ગોચર કરી રહ્યો છે. ત્રિગ્રહી યોગથી આપને અચાનક ધનની પ્રાપ્તિ થઇ શકે છે. તેમજ પરિવારમાં પણ સુખ-શાંતિ અકબંધ રહેશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles