fbpx
Tuesday, March 28, 2023

નાસ્તો ન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પર ભારે અસર પડી શકે છે

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

સવારે ઊઠયા બાદ ફ્રેશ થઈને બ્રેકફાસ્ટ કરવું એ દિવસનું સૌથી પહેલું મહત્વનું કામ છે. બ્રેકફાસ્ટને આખા દિવસનું સૌથી જરુરી ખોરાક માનવામાં આવે છે. બ્રેકફાસ્ટ કરવાથી આખો દિવસ માણસ ઊર્જાથી ભરેલો રહે છે. પણ કેટલાક લોકો આ બ્રેકફાસ્ટ સ્કિપ કરી દેતા હોય છે. સવારે મોડા ઉઠવા કે ઓફિસે વહેલા પહોંચવા માટે લોકો બ્રેકફાસ્ટ સ્કિપ કરી દેતા હોય છે.

હાલમાં એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે, બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી ઈમ્યૂન સિસ્ટમ પર ખરાબ અસર પડે છે.

અભ્યાસ અનુસાર, બ્રેકફાસ્ટ ન કરવાથી સંક્રમણ સામે લડવામાં મુશ્કેલી થાય છે. તેના કારણે હ્દય સંબંધિત બીમારીનું જોખમ વધી જાય છે. આ અભ્યાસ એક ઉંદર પર કરવામાં આવ્યો. અભ્યાસ મુજબ, બ્રેકફાસ્ટ કરી ઉપવાસ કરવાથી નકારાત્મક અસરો પણ થઈ શકે છે. જે મુજબ આપણી નર્વસ અને રોગપ્રતિકારક શક્તિ વચ્ચે જોડાણ જોવા મળ્યું છે. સંશોધકોએ વધુ સારી રીતે સમજવાનો પ્રયાસ કર્યો છે કે ટૂંકાથી લાંબા ગાળાના ઉપવાસ માનવ રોગપ્રતિકારક શક્તિને કેટલી અસર કરે છે.

બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી થાય છે આ સમસ્યા

તણાવમાં વધારો: નાસ્તો ખાવાથી કોર્ટિસોલ પર સકારાત્મક અસર પડે છે. કોર્ટિસોલનું સ્તર સવારે ઊંચું હોય છે. જ્યારે તે વધારે હોય છે, ત્યારે તમે ખૂબ તણાવ અથવા ચીડિયાપણું અનુભવશો. એટલા માટે તમારા હોર્મોનનું સ્તર સ્થિર રાખવા માટે કંઈક ખાવું જરૂરી છે.

વાળ ખરવાઃ નાસ્તો ન કરવાથી વાળ ખરવા લાગે છે. પ્રોટીનમાં ઓછું ખોરાક તમારા કેરાટિનના સ્તરને અસર કરી શકે છે, વાળના વિકાસને અટકાવે છે અને વાળ ખરવા તરફ દોરી જાય છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles