fbpx
Friday, March 29, 2024

જુઓ દાનવીર ભામાશા લવજી બાદશાહનું આલીશાન ફાર્મ હાઉસ… તસ્વીરો જોઇને સ્વર્ગની યાદ આવી જશે

ગુજરાત દાનવીર કર્ણની વાત કરીએ તેમાં સુરતના લવજીભાઈ ડાલિયાને કેમ ભૂલી શકાય. ખૂબ ઓછા લોકો લવજીભાઈને ડાલિયા સરનેમ તરીકે ઓળખતા હશે. લવજીભાઈ બાદશાહ નામ તમામ લોકમાં જાણીતું છે. બધા લોકો લવજીભાઈ બાદશાહ તરીકે તેમણે ઓળખે છે.

લવજીભાઈની જન્મ ભાવનગર જિલ્લામાં આવેલા એક નાના એવા સેંજળીયા ગામમાં થયો હતો. લવજીભાઈનો જન્મ થયો ત્યારે તેમના પરિવારની આર્થિક સ્થિત સારી નહોતી. લવજીભાઈએ રોજીરોટી કમાવવા માટે 12 વર્ષની ઉંમરે સુરત આવ્યા હતા અને હીરા ઘસવાનું શરૂ કર્યું હતું.

12 વર્ષની ઉંમરે સુરત આવ્યા બાદ તેમણે ચાર વર્ષ હીરા ઘસ્યા અને ત્યાર બાદ નાનાપાયે હીરાનું કારખાનું શરૂ કર્યું હતું. ત્યાર બાદ તેમણે કન્સ્ટ્રક્શન બિઝનેસ અવધ ગ્રુપના નામથી શરૂ કર્યો હતો. લવજીભાઈએ ખંત અને જુસ્સાના જોરે પછી ક્યારેય પાછું ફરીને જોયું જ નથી.

લવજીભાઈએ માત્ર બિઝનેસ પર જ ધ્યાન આપ્યું નથી પરંતુ બિઝનેસની સાથે સેવાકીય પ્રવૃત્તિમાં વતનનું ઋણ અદા કરવામાં પણ ક્યારેય પાછી પાની કરી નથી. લવજીભાઈ દર વર્ષે “બેટી પઢાવો, બેટી બચાવો” માટે કરોડો રૂપિયાના બોન્ડ અસંખ્ય દીકરીઓ માટે ખર્ચે છે.

આજે લોકો લવજીભાઈ બાદશાહને ‘ભામાશા’ના નામથી પણ ઓળખે છે. તે ઉપરાંત લવજીભાઈ બાદશાહ શિક્ષણ, આરોગ્ય, જળસંચય અને સમાજસેવા જેવા અનેક કાર્યક્રમોમાં જોડાયેલા છે

‘અવધ ગ્રુપ’ હેઠળ કન્સ્ટ્રક્શન સહિતના બિઝનેસ સાથે સંકળાયેલા લવજીભાઈ બાદશાહએ સુરત પાસે આવેલું પોતાનું ફાર્મહાઉસ પણ આકર્ષક રીતે તૈયાર કર્યું છે. અબ્રામા વિસ્તારમાં તાપી કિનારે આવેલા આ ફાર્મ હાઉસની અવાર-નવાર સંતો અને સેલિબ્રિટી મુલાકાત લે છે.

લવજીભાઈ બાદશાહના ગોપીન ફાર્મહાઉસ આકર્ષક ડિઝાઈન અને ગ્રીનરી વચ્ચે ફેલાયેલુ છે. ગોપીન ફાર્મહાઉસમાં તમામ પ્રકારની મોર્ડન સુવિધાઓ પણ સામેલ છે. સોશિયલ મીડિયા પર લવજીભાઈએ પોતાના ફાર્મનો એક સુંદર વીડિયો થોડા સમય પહેલા શેર કર્યો હતો.

આ ગોપીન ફાર્મ હિરેન પટેલ આર્કિટેચ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને તે અમદાવાદ ની કંપની છે જે 1985 થી ઇન્ટેરિયર ડિઝાઇનિંગ, ડિઝાઇનિંગ, ગ્રીન બિલ્ડીંગ અને આર્કિટેચ ના કામ કરે છે.

ગોપીન ફાર્મમાં મોટો સ્વિમિંગ પુલ છે, આજુ બાજુ માં બેસવા માટે ની વ્યવસ્થા પણ છે. સાથે આ ફાર્મ ની રોનક સ્વિમિંગ પુલ આપે છે. ગોપીન ફાર્મમાં ગ્રીનરી પર ખુબ ભાર આપવા માં આવ્યો છે. ગ્રીનરીથી જ આ ફાર્મનો ઉઠાવ આવે છે. નવા નવા ફૂલો અને ઝાડ થી આ ફાર્મ ને ખુબજ સુંદર રીતે શણગારવા માં આવ્યું છે. ગોપીન ફાર્મને ઈમ્પોર્ટેડ ઝુમ્મર અને ઈમ્પોર્ટેડ લાઈટ થી વોલ્ક વે ને ખુબજ સુંદર રીતે શણગારમાં આવી છે. ગોપીન ફાર્મના ફોટા ખુબજ સુંદર છે.

અબજોના બિઝનના માલિક લવજીભાઈ બાદશાહએ તેમની લાડલી દીકરી ના લગ્ન ખુબજ મોટા પાયે કર્યા હતા. કોઈ મોટા અભિનેતા ના લગ્ન ને પણ ઝાંખા પડીડે તેવા લગ્ન કર્યા હતા.લવજી બાદશાહની લાડલી દીકરી ના લગ્નમાં એવો શણગાર કરાયેલ હતો કે આંખો અંજાઈ જાય.

લવજી બાદશાહની લાડલી દીકરી ના લગ્નમાં નેતાઓ થી લઈને અભિનેતા સહિતના સેલેબ હાજર રહ્યા હતા. 2-3 દિવસ ના આ ભવ્ય લગ્ન માં ગરબા થી લઇ મંડપ સુધી બધા જ પ્રોગ્રામ ભવ્ય રીતે યોજવામાં આવ્યા હતા. લગ્નના અમુક ફંક્શન આ ફાર્મ માં જ યોજવામાં આવ્યા હતા.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles