fbpx
Tuesday, March 28, 2023

દિવસમાં 10,000 સ્ટેપ્સ ચાલવાથી શું સ્વાસ્થ્ય લાભ થાય છે? નિષ્ણાતો શું દાવો કરે છે તે જાણો

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

બદલતા સમય સાથે દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્ય અંગે સજાગ રહેવું જરુરી છે. આજના સમયમાં ખરાબ લાઈફ સ્ટાઈલને કારણે થતી બિમારીઓને કારણે લોકોના અચાનક મોત થઈ રહ્યાં છે. સતત કામ અને વ્યસ્ત જીવન વચ્ચે દરેક વ્યક્તિએ પોતાના સ્વાસ્થ્ય માટે સમય કાઢવો જરુરી છે. એવું માનવામાં આવે છે કે દરેક વ્યક્તિએ દિવસમાં 10,000 સ્ટેપ્સ ચાલવું જોઈએ.

લોક માન્યતા એવી છે કે તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે “જાદુઈ ઉપચાર” છે. જ્યારે ઘણા એવો દાવો પણ કરે છે કે તેનાથી ઓછા સ્ટેપ્સ ચાલવા જોઈએ નહીં તો વધારે પડતા સ્ટેપ્સ ચાલવાતી પગને નુકશાન થઈ શકે છે. ચાલો જાણીએ આ અંગે નિષ્ણાતોનું શું માનવું છે ?

વર્ષ 1965માં એક જાપાની કંપનીના સ્ટેપ મીટર માટેની જાહેરાતની ઝુંબેશમાંથી 10,000 સ્ટેપ્સ ચાલવાનો વિચાર ઉદ્દભવ્યો હતો. આજકાલ મોટાભાગના લોકો બેઠાડું જીવન જીવી રહ્યાં છે તેઓ દિવસમાં 5000 કે 7500 સ્ટેપ્સ જ ચાલી શકતા હોય છે. પણ 10,000 સ્ટેપ્સથી ઓછા સ્ટેપ્સ ચાલવામાં પણ કોઈ ગેરફાયદા નથી તેવું નિષ્ણાતોનું માનવું છે.

કેટલા સ્ટેપ્સ ચાલવા ? નિષ્ણાતોનો શું છે દાવો ?

નિષ્ણાતોનું માનવું છે કે, દરરોજ 10 હજાર સ્ટેપ્સ ચાલવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. દરેક વ્યક્તિએ રોજ 10 હજાર સ્ટેપ્સ ચાલવું જોઈએ. પણ તેને એક આદર્શ લક્ષ્‍ણ માનીને ન ચાલવું જોઈએ. ઉંમર કે કોઈ ઈજાને કારણે રોજ 10 હજાર સ્ટેપ્સ નહીં ચાલી શકો તો કોઈ સમસ્યા નથી. નિષ્ણાતોનું માનવું છે કે ખરાબ લાઈફસ્ટાઈલ વચ્ચે વ્યક્તિએ શરીરનું હલચલન જાળવી રાખીને સ્વાસ્થ્ય સમસ્યાથી દૂર રહેવું જોઈએ.સાંધાની સમસ્યાઓ, હૃદયની અથવા ફેફસાની સમસ્યાઓ હોય તેમને તબીબી સલાહ લેવી જોઈએ.

ચાલવાના સ્વાસ્થ્ય લાભો

  • હૃદય રોગના જોખમોમાં ઘટાડો
  • સ્થૂળતા દૂર થાય
  • ડાયાબિટીસ અને બ્લડ સુગર નિયંત્રણ
  • હાઈ બ્લડ પ્રેશર નિયંત્રણ
  • હતાશા દૂર થાય
  • શરીરને બીમારીથી દૂર રાખે છે

(નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. તેનો ઉપયોગ પુર્વે આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles