fbpx
Tuesday, March 28, 2023

રાજ્યના અનેક ગામડાઓમાં હોલિકા દહન પછી અંગારા પર ચાલવાની પરંપરા છે, વાંચો શું છે માન્યતા

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

રાજ્યમાં હોળી બાદ અંગારા પર ચાલવાની પણ પરંપરા છે. ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત. અનેક ગામોમાં હોલિકા દહન બાદ અંગારા પર ચાલવાની પરંપરા છે. જેમાં ગાંધીનગરના પાલજમાં મહેસાણાના વિસનગરના લાછડી ગામમાં, ખેડા જિલ્લાના પલસાણા ગામમાં અને સુરતના ઓલપાડના સરસ ગામમાં આ પ્રકારની પરંપરા વર્ષોથી ચાલી આવે છે.

ખેડાના વસો તાલુકાના પલાણા ગામમાં અંગારા પર ચાલવાની પરંપરા

જેમાં ખેડાની વાત કરીએ તો ખેડા જિલ્લાના વસો તાલુકાના પલાણા ગામમાં હોળીના દિવસે અંગારા પર ચાલવાની અનોખી પરંપરા છે. પલાણા ગામમાં હોલિકા દહન બાદ અંગારા પાથરી દેવામાં આવે છે અને ત્યારબાદ ધગધગતા અંગારા પર ગામના યુવાનો, વડીલો અને યુવતીઓ એક બાદ એક ખુલ્લા પગે પસાર થાય છે. આ પરંપરા ક્યારથી શરૂ થઈ તેની કોઈને જાણકારી નથી.

પરંતુ અંદાજે 100 વર્ષથી અ ચાલી આવે છે. અંગારા પર ચાલવાથી સમગ્ર વર્ષ દરમિયાન કોઈ બિમારી આવતી નથી અને વર્ષ સારૂ જાય તેવી માન્યતા છે. પલાણા ગામના લોકોની માતાજીમાં એવી શ્રદ્ધા છે કે અહીં વર્ષોથી અંગારા પર ચાલનાર એક પણ વ્યક્તિને આજદિન સુધી કોઇ ઇજા પહોંચી નથી.

મહેસાણાના લાછડી ગામે પણ અંગારા પર ચાલવાની પરંપરા

મહેસાણા જિલ્લાના વિસનગરના લાછડી ગામે પણ હોળી પર્વે સળગતા અંગારા પર ચાલવાની અનોખી પરંપરા વર્ષોથી ચાલી આવે છે. લાછડી ગામમાં હોલિકા દહન બાદ અંગારા પાથરી દેવામાં આવે છે. જેના પર ગામના યુવાનો, વડીલો અને યુવતીઓ એક બાદ એક ખુલ્લા પગે પસાર થાય છે. અહીં પણ અંગારા પર ચાલવાથી કોઈને બિમારી આવતી નથી. વર્ષ સારૂ જાય તેવી માન્યતા છે. લાછડી ગામના લોકોની માતાજીમાં એવી શ્રદ્ધા છે કે અહીં વર્ષોથી અંગારા પર ચાલનાર એક પણ વ્યક્તિ દાઝી નથી.

લોકો પોતાની આસ્થા, ભક્તિ અને માન્યતા સાથે હોળીના પર્વની ઉજવણી કરે છે. ત્યારે આજે પણ અનેક લોકો પોતાની પ્રાચીન પરંપરાને અનુસરીને હોળી પર્વની ઉજવણી કરે છે. સુરતના ઓલપાડ તાલુકાના સરસ ગામમાં પણ અંગારા પર ચાલવાની પરંપરા છે. પાંચ વર્ષના બાળકથી લઇ વૃદ્ધ સુધીના લોકો ઉઘાડા પગે ધગધગતા અંગારા પર શ્રદ્ધાપૂર્વક ચાલે છે. કહેવાય છે કે શ્રદ્ધા હોય તો કોઈ પણ કાર્ય પાર પડે છે, તેમ અહીં ધગધગતા અંગારા પર ચાલ્યા બાદ પણ કોઇ દિવસ કોઇ દાઝ્યુ હોય તેવી ઘટના સામે આવી નથી. વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં લોકોને એટલી શ્રદ્ધા છે કે દૂર-દૂરથી લોકો અંગારા પર ચાલવા માટે સરસ ગામમાં આવે છે.

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles