fbpx
Friday, April 26, 2024

શુક્રની મહાદશામાં વ્યક્તિને સુખ-સંપત્તિની પ્રાપ્તિ થાય છે, રાજાની જેમ વૈભવ પ્રાપ્ત થાય છે, દામ્પત્ય જીવન આનંદમય બને છે, ભરપૂર પ્રેમ મળે છે.

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલાક એવા ગ્રહો છે જે શુભ હોય ત્યારે વ્યક્તિને જીવનમાં દરેક પ્રકારનું સુખ અને આરામ આપે છે. વૈદિક જ્યોતિષમાં શુક્રનું વિશેષ મહત્વ છે. શુક્ર ભૌતિક સુખનો કારક છે.કુંડળીમાં શુક્ર શુભ હોય છે ત્યારે વ્યક્તિને વૈભવ, ભૌતિક સુખ, સંપત્તિ અને તમામ પ્રકારની સુખ-સુવિધાઓ પ્રાપ્ત થાય છે.

વૈદિક જ્યોતિષ અનુસાર શુક્ર ગ્રહની મહાદશા 20 વર્ષ સુધી રહે છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્ર ગ્રહને તમામ પ્રકારના ભૌતિક સુખોનો પ્રદાતા માનવામાં આવ્યો છે. જો કુંડળીમાં શુક્ર ગ્રહ શુભ હોય તો વ્યક્તિ માટે ધનની કમી નથી રહેતી. આવી વ્યક્તિ પોતાનું જીવન ખૂબ જ વૈભવી રીતે જીવે છે.

આરામની દરેક આધુનિક વસ્તુઓનો આનંદ મેળવે છે. આવા લોકોનું વ્યક્તિત્વ ખૂબ જ આકર્ષક હોય છે. જે લોકોની કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત હોય છે તેઓ પ્રેમ સંબંધોનું સુખ ભોગવે છે. બીજી તરફ જે લોકોની કુંડળીમાં શુક્ર ગ્રહ અશુભ ભાવમાં રહે છે તેઓ પોતાનું જીવન કષ્ટો અને જરૂરીયાતી વસ્તુના અભાવોમાં વિતાવે છે.

શુક્ર શુભ હોય ત્યારે ફળ

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે શુક્ર ગ્રહ પોતાની ઉચ્ચ રાશિમાં અથવા વ્યક્તિની કુંડળીમાં મિત્રના ગૃહમાં રહે છે,સાથે શુક્ર ગ્રહ તેની મહાદશામાં હોય ત્યારે વ્યક્તિ સુખ, કીર્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ કરે છે. આર્થિક સ્થિતિ સારી રહે. વિવાહિત જીવન આનંદથી પસાર થાય. જીવનમાં આનંદ,લક્ઝરી અને રોમાંસમાં વધારો થાય. શુક્રની મહાદશા 20 વર્ષ સુધી રહે છે. આવી સ્થિતિમાં જો કુંડળીમાં શુક્રનો ગ્રહ ઉચ્ચ હોય તો વ્યક્તિને અપાર સુખ મળે છે.

કુંડળીમાં અશુભ શુક્રનું પરિણામ

વ્યક્તિ જીવનમાં એકવાર શુક્રની મહાદશામાં આવે છે. શુક્રની મહાદશા ચાલી રહી હોય ત્યારે જો કોઈ વ્યક્તિને શુભ કે અશુભ પરિણામ મળે છે તો તે વ્યક્તિની કુંડળીમાં શુક્ર ગ્રહ ક્યાં અને કઈ સ્થિતિમાં બેઠો છે અને કોની સાથે બેઠો છે તેના પર નિર્ભર કરે છે. જો વ્યક્તિની કુંડળીમાં શુક્ર કમજોર સ્થિતિમાં હોય તો શુક્રની મહાદશા ચાલી રહી હોય ત્યારે વ્યક્તિને આર્થિક, શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વ્યક્તિના જીવનમાં ભૌતિક સુખોનો અભાવ હોય છે. બાળકોનું સુખ મેળવવામાં પણ મહિલાઓને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

શુક્ર ગ્રહને બળવાન કરવાના ઉપાય

શુક્ર ગ્રહ માટે शुं शुक्राय नम: નો જાપ કરવો જોઈએ. શુક્રવારના દિવસે ઉપવાસ કરવો જોઈએ અને આ દિવસે ખીર બનાવીને નાની છોકરીઓને ખવડાવવી જોઈએ. શુક્રવારના દિવસે લોટમાં ખાંડ મિક્સ કરીને કીડીઓને ખવડાવવી જોઈએ. સફેદ ગાયને રોજ સવારે રોટલી ખવડાવવી જોઈએ.

(અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને અમે તેનાથી સંબંધિત કોઈ દાવો કરતા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles