fbpx
Thursday, March 23, 2023

રસોડામાં રાખવામાં આવેલા આ મસાલાઓથી આર્થિક સમસ્યાઓથી રાહત મળશે

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

રસોડામાં રહેલા મસાલા ભોજનને તો સ્વાદિષ્ટ અને ચટપટું બનાવે છે પરંતુ શું તમે જાણો છો કે આ વસ્તુ તમને વાસ્તુદોષ અને ગ્રહ દોષથી પણ મુક્ત કરી શકે છે ? મસાલા આપણા ભાગ્યને ચમકાવવામાં પણ મદદ કરી શકે છે. તો ચાલો જાણીએ રસોડામાં રાખેલા કયા મસાલા તમારા ભાગ્યના બંધ દરવાજાને ખોલી શકે છે.

લવિંગ
જો તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓ હોય અને તેનાથી મુક્તિ મેળવવી હોય તો લવિંગના ટોટકા ખૂબ જ ઉપયોગી સાબિત થશે. લવિંગ નો ઉપાય કરવાથી રાહુ અને કેતુનો ખરાબ પ્રભાવ ઘટાડી શકાય છે. તેના માટે દર શનિવારે લવિંગનું દાન કરવું જોઈએ તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે.  

હળદર
હળદરનો પ્રયોગ કરવાથી પણ જીવનના બધા જ દોષ દૂર થાય છે. ગુરુવારના દિવસે પાણીમાં હળદર ઉમેરીને તેનાથી સ્નાન કરવાથી ભાગ્યના બંધ દરવાજા પણ ખુલી જાય છે અને આર્થિક સંકટથી રાહત મળે છે. આ સિવાય વિવાહ સંબંધિત સમસ્યા હોય તો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને હળદર અર્પણ કરવાથી યોગ્ય જીવનસાથી પ્રાપ્ત થાય છે.

મરી
શનિ સંબંધિત સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે કાળા મરીના ટોટકા ઉપયોગી સાબિત થાય છે. તેના માટે કાળા મરી અને 11 રૂપિયાને કાળા કપડામાં બાંધીને કોઈ જરૂરિયાત મંદ વ્યક્તિને દાન કરી દેવું. 

એલચી
કારકિર્દીમાં સમસ્યાઓ આવતી હોય અને સફળતામાં મળતી ન હોય તો રાત્રે સુતા પહેલા તકિયા નીચે એલચી રાખી દેવી. જ્યારે બીજા દિવસે સવારે ઘરેથી નીકળો ત્યારે આ એલચી કોઈ વ્યક્તિને આપી દેવી આમ કરવાથી નોકરી અને કારકિર્દીમાં આવેલી સમસ્યાઓ દૂર થાય છે.

મીઠું
ઘરમાં જે પાણીથી પોતા કરવાના હોય તેમાં મીઠું ઉમેરીને તેનો ઉપયોગ કરવાથી ધનપ્રાપ્તિ થાય છે. ઘરમાં વાસ્તુદોષ હોય તો કાચની વાટકીમાં મીઠું ભરી અને બાથરૂમમાં રાખી દેવું. થોડા થોડા દિવસે આ મીઠું બદલતા રહેવું.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles