fbpx
Saturday, April 20, 2024

આ રીતે તમે કોઈપણ પ્રકારની વર્કઆઉટ કર્યા વિના વજન ઘટાડશો, બસ આ ડાયટ ફોલો કરો

મોટાભાગના લોકો પોતાના વજનને ઓછુ કરવા માટે તમામ પ્રકારની કસરત અને વર્કઆઉટ કરે છે. આપણામાંથી કોઈના કોઈ વ્યક્તિ એવું જરૂર હશે, જે વધુ વજનની સમસ્યા સામે લડી રહ્યા હશે. પોતાના વજનને ઓછુ કરવા માટે લોકો ડાયેટને પણ કડક રીતે ફોલો કરે છે પણ ઘણી વખત આપણા ઘરેલુ ઉપાયો પણ વજન ઓછુ કરવામાં ફાયદાકારક સાબિત થતા નથી પણ જો અમે તમને કહીશું કે એક દિવસમાં 1 કિલો વજન ઓછુ કરી શકો છો?

પણ તમે થોડી મહેનત કરીને સરળ રીતે 1 કિલો વજન દરરોજ ઓછુ કરી શકો છો. GQ ઈન્ડિયાના એક રિપોર્ટ મુજબ લેમોનેડ ફાસ્ટ ડાયેટ તમારી મદદ આ કામમાં કરશે. તેની સાથે જ તે વાતનું પણ ધ્યાન રાખો કે તમને વજન ઓછુ થવાના પરિણામ મળ્યા બાદ આ ડાયેટને ફોલો કરવાનું બંધ કરી દો.

1 દિવસમાં 1 કિલો વજન કેવી રીતે ઓછુ કરશો?

સંશોધન મુજબ લીબું શરીરમાંથી ફેટને ઝડપથી બર્ન કરવામાં મદદ કરે છે. તેથી જો તમે ઝડપથી પોતાનું વજન ઓછુ કરવા વિશે વિચારી રહ્યા છો તો લીબું પાણીની સાથે ફાસ્ટ ડાયેટને ફોલો કરી શકાય છે. તેને માસ્ટર ક્લીન્ઝ લેમોનેડ ડાયેટ પણ કહેવામાં આવે છે, જેને શરીર માટે સારા ફાયદા પણ મળે છે.

લેમોનેડ ડાયેટ રેસિપી

આ ડાયેટમાં તમારે 4 ગ્લાસ લેમોનેડ એક ફિક્સ ઈન્ટરવલ ઓફ ટાઈમ પર પીતા રહેવાનું છે. ડાયટની સાથે તમારે ઘણી વસ્તુઓનું ધ્યાન રાખવાનું છે, જેમ કે લેમોનેડ ઘર પર જ બનેલુ હોવું જોઈએ, જેમાં મધનો ઉપયોગ કરવો, ખાંડનો ઉપયોગ કરવો નહીં. આ એક ડિટોક્સ ડાયેટ છે, જે શરીરમાંથી ઝેરી પદાર્થોને ખત્મ કરવા અને ઈમ્યુનિટી સિસ્ટમને સુધારવામાં મદદ કરે છે.

લેમનેડ ડાયેટ રેસિપીને કેવી રીતે કરશો તૈયાર

  1. 8 કપ પાણી
  2. 6 લીબું
  3. અડધો કપ મધ
  4. થોડા બરફના ટુકડા
  5. 10 ફૂદીનાના પાન

જ્યારે તમે લેમોનેડ અથવા લીબું અને મધની સાથે કોઈ બીજુ ડ્રીંક બનાવી રહ્યા છો તો ઉકાળેલા પાણીનો ઉપયોગ ના કરો, તેના માટે માત્ર હુંફાળુ પાણીનો જ ઉપયોગ કરો.

આ રીતે સામેલ કરો ડાયેટ

  1. બ્રેકફાસ્ટ: તમારા બ્રેકફાસ્ટમાં માત્ર ફળ રાખો પણ બ્રેકફાસ્ટના 30 મિનિટ પહેલા 1 ગ્લાસ લેમોનેડ ખાલી પેટે જરૂર પીવો.
  2. મિડ મોર્નિગ સ્નેક્સ: 11 વાગ્યાની આજુબાજુ 1 ગ્લાસ લેમોલેડ, 1 કેળુ પણ 50 ગ્રામ બદામ ખાવ.
  3. લંચ: તમારે લંચમાં વેજિટેબલ સલાડ લેવાનું છે, જેમાં ઓલિવ ઓઈલ અને લેમન જ્યૂસ હોય.
  4. ઈવનિંગ સ્નેક્સ: 4 વાગ્યાની આસપાસ તમારે ફરીથી 1 ગ્લાસ લેમોનેડ લેવાનું છે અને થોડા ફ્રૂટ્સ.
  5. ડિનર: થોડા લીબુંના ટુકડા, ગ્રીન સલાડ અને ગ્રિલ્ડ ફિશને ડાયેટમાં સામેલ કરો.
  6. આ સિવાય રાત્રે સુવાના સમયના 2 કલાક પહેલા તમારે લેમોનેડ વોટર પીવું.

(નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે. સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles