fbpx
Tuesday, March 28, 2023

ઉનાળામાં લૂથી બચવા શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ? જાણો આ ઉપાય

- Advertisement -
- Advertisement -
- Advertisement -
- Advertisement -

ગુજરાતમાં ઉનાળાની શરુઆત થઇ ગઇ છે. માર્ચ મહિનામાં આકરી ગરમીનો અનુભવ થઇ રહ્યો છે, જેમ જેમ ઉનાળો આગળ વધે છે, તેમ તેમ અંગ દઝાડતી ગરમીનો અનુભવ થતો હોય છે. ઉનાળામાં લૂ લાગવાથી સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. આમ તો ઉનાળામાં ઘરની બહાર જરુરી કામ સિવાય નીકળવુ ન જોઇએ. જો કે જરુરી કામ માટે નીકળો તો પણ લૂ ન લાગે તે માટે શું કરવુ અને શું ન કરવુ તેના વિશે અમે તમને આજે જણાવીશું.

લૂથી બચવા માટે શું કરવું અને શું ન કરવું ?

આટલું કરવુ જોઇએ

 • રેડિયો સાંભળો,ટી.વી. જુઓ, હવામાન અંગેના સ્થાનીક સમાચાર માટે વર્તમાન પત્ર વાંચો અથવા હવાની માહિતી આપતી મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો. તરસ ના લાગી હોય તો પણ પૂરતા પ્રમાણ પીવો.
 • વાઇહ્રદય,કીડની કે યકૃત સંબંધી બીમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાંથી પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે પ્રવાહી લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જોઇએ.
 • શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ORS દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે લસ્સી,લીંબૂ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઊપયોગ કરવો.
 • વજન તેમજ રંગમાં હળવા સુતરાઉ વસ્ત્રો જ પહેરવા જોઇએ. જો તમે ઘરની બહાર હોવ તો માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો.
 • આંખોના રક્ષણ માટે સન ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સન સ્ક્રીન લગાવો. પ્રાથમિક સારવાર માટેની તાલીમ લેવી
 • બાળકો,વૃધ્ધો બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિ કે જેઓ લૂના ભોગ બનવાની સંભાવના વધુ છે, તેમની વિશેષ કાળજી લો.
 • કામદાર અને નોકરીદાતા માટે કાર્યના સ્થળે પીવાના ઠંડા પાણીની વ્યવસ્થા કરો. તમામ કામદાર માટે આરામની વ્યવસ્થા, શુદ્ધ પાણી,છાશ,ORS બરફના પેક પ્રાથમિક સારવાર પેટીની વ્યવસ્થા કરી રાખવી.
 • કાર્ય કરતી વખતે સીધો સૂર્યપ્રકાશ આવે તેવી સ્થિતિને ટાળો. સખત મહેનતનું કામ દિવસના ઠંડા સમયે ગોઠવો. બહારની પ્રવ્રુતિઓ માટે વિશ્રાંતી સમય અને તેની સંખ્યા વધારો. જે કામદાર વધુ ગરમીવાળા વિસ્તારમાં કામ કરવા ટેવાયેલા નથી તેમને હળવું તેમજ ઓછી અવધી માટે કામ આપો.
 • સગર્ભા સ્ત્રીઓ તેમજ શારીરિક નબળાઇ ધરાવતા કમદાર ઉપર વિશેષ ધ્યાન આપો. કામદારોને હીટ વેવ એલર્ટ વિષે માહીતગાર કરો.
 • શક્ય હોય તો ઘરમાં જ ઘરગથ્થુ ઉપાય જેવા કે કાચી કેરી સાથે ડુંગળીનું ધાણાજીરુ નાખેલું કચુંબર લૂ લાગવાની શકયતા ઘટાડી શકે છે. પંખાનો ઉપયોગ કરો, ઢીલા કપડાં પહેરો અને ઠંડા પાણીથી વારંવાર સ્નાન કરો.
 • આપના કાર્યાલય કે રહેઠાણના સ્થળે આવતા ફેરિયા કે ડીલીવરી માણસને પાણી પીવડાવો. કાર પુલીંગ અથવા તો જાહેર વાહન વ્યવહારના સાધનોનો ઉપયોગ કરો જેને લીધે ગ્લોબલ વોર્મીંગ અને ગરમીનું પ્રમાણ ઘટશે.
 • સૂકાં પાંદડા, ખેતીનો કે અન્ય કચરો બાળશો નહીં. પાણીનાં સ્રોતનું રક્ષણ કરી અને વરસાદી પાણીના સંચયની વ્યવસ્થા અપનાવો.

આટલુ ન કરો

 • બપોરના 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી તડકામાં ન જાવ.
 • જ્યારે તમે બપોરના સમયે બહાર હોવ ત્યારે શ્રમ પડે તેવી પ્રવૃતી ન કરો. ઉઘાડા પગે બહાર ન જાવ.
 • આ સમયે રસોઇ ન કરો. રસોડામાં હવાની અવર જવર માટે બારી અને બારણા ખુલ્લા રાખો.
 • શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણા જેમકે શરાબ,ચા,કોફી, સોફ્ટ ડ્રીંક્સ ન લો.
 • પ્રોટીનની વધુ માત્રા વાળા મસાલેદાર,તળેલા,વધુ પડતા મીઠા વાળા આહાર ને ત્યજો.
 • પાળતુ પ્રાણી કે બાળકોને એકલા ન રાખો. વધારે પડતી રોશનીવાળા વીજળીના બલ્બનો ઉપયોગ ટાળો
 • જરૂર ના હોય તો કોમ્પ્યુટર કે બીજા ઊપકરણ ને બંધ રાખો

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

- Advertisement -

Related Articles

Stay Connected

1,982FansLike
1,453FollowersFollow

Latest Articles