fbpx
Tuesday, April 23, 2024

વધતી ઉંમરમાં ત્વચાને ટાઈટ કરવા માટે પ્લેટમાં આ 5 ટેસ્ટી વસ્તુઓ ઉમેરો, ફાઈન લાઈન્સ ગાયબ થઈ જશે.

વધતી ઉંમરની સૌથી મોટી અસર સ્કિન જોવા મળે છે. ઉંમર વધવાની સાથે-સાથે સ્કિનમાં ઢીલી પડવા લાગે છે અને સાથે-સાથે કરચલીઓ થાય છે. આ સાથે જ ઓપન પોર્સ અને ફાઇન લાઇન્સ તમારી વધતી ઉંમરની ચાડી ખાય છે. સૂર્યના યુવી કિરણો, સ્મોકિંગ અને પોલ્યુશન સ્કિનમાં રહેલા કોલેજનને ઓછુ કરે છે જેના કારણે આપણી સ્કિન જલદી ડેમેજ થાય છે. આજના આ સમયમાં એવી ઘણી વસ્તુઓ છે જેની મદદથી તમે સરળતાથી આ સમસ્યાઓમાંથી છૂટકારો મેળવી શકો છો.

સ્કિન ટાઇટ કરવા માટે શું ખાશો?

વિટામીન સી

આપણી સ્કિન માટે વિટામીન સી બહુ ફાયદાકારક છે. આ માટે એવી વસ્તુઓને સામેલ કરો જેમાં વિટામીન સીની માત્રા ભરપૂર હોય. જેમ કે સંતરા, લીંબુ, આમળા, ખાટા ફળો અને શાકભાજીમાં વિટામીન સી  મળે છે. આ સાથે જ ખાટા ફળો એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. આ સ્કિનને સૂરજના કિરણોથી બચાવવાનું કામ કરે છે. વિટામીન સીને તમે ડાયટમાં એડ કરો છો તો ફાઇન લાઇન્સ, કરચલીઓ અને ખીલ જેવી સમસ્યાઓ દૂર થાય છે.

પનીર, ટોફૂ અને દહીં

સારા સ્વાસ્થ્ય માટે અને સારી સ્કિન માટે પ્રોટીન, વિટામીન્સ અને મિનરલ્સની જરૂર વધારે હોય છે. આ સાથે પ્રોટીનની માત્રા પણ સારી હોવી ખૂબ જરૂરી છે. પ્રોટીન આપણાં સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. દરરોજ સીમિત માત્રામાં પ્રોટીનનું સેવન કરો છો તો સ્કિન ટાઇટ થાય છે. આ માટે તમે ડાયટમાં પનીર, ટોફૂ અને દહીં જેવી વસ્તુઓને એડ કરો.

બ્રોકલી, કોબીજ, શિમલા મરચા અને ટામેટા

લીલા શાકભાજી આપણાં સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. આ સ્કિન પર નેચરલ ગ્લો લાવવાનું કામ કરે છે. આ માટે તમે ડાયટમાં લીલા શાકભાજી, કોબીજ, શિમલા મરચા અને ટામેટાનું સેવન કરવાની આદત પાડો.

હળદર અને ગ્રીન ટી

ગ્રીન ટી એન્ટી ઓક્સિડન્ટ્સ અને એન્ટી ઇન્ફ્લેમેન્ટી ગુણોથી ભરપૂર હોય છે. ગ્રીન ટીમાં પોલીફેનોલ્સ હોય છે. આ વસ્તુઓ આપણી સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. આ સાથે જ તમે હળદરનું સેવન કરો.

ઓમેગા 3

ઓમેગા 3 આપણી સ્કિન માટે અનેક રીતે ફાયદાકારક છે. આ માટે ડાયટમાં ઓમેગા 3 શામેલ કરો. ઓમેગા 3 તમારી સ્કિનને અંદરથી ટાઇટ કરવાનું કામ કરે છે.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. અમે આની પુષ્ટિ કરતા નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles