fbpx
Friday, September 29, 2023

પુત્રદા એકાદશી: ભૂલથી પણ ન કરતાં આ કામ નારાજ થઈ જશે નારાયણ

દરવર્ષે શ્રાવણનાં મહિનામાં શુક્લ પક્ષની એકાદશી તિથિનાં દિવસે પુત્રદા એકાદશી મનાવવામાં આવે છે. આ વર્ષે આ એકાદશી આજે એટલે કે 27 ઑગસ્ટ 2023નાં છે. હિંદૂ માન્યતાઓ અનુસાર શ્રાવણ પુત્રદા એકાદશીનાં દિવસે વ્રત કરવાથી સંતાન સુખની પ્રાપ્તિ થાય છે અને આ સાથે જ સંતાન સંબંધિત સમસ્યાઓને પણ દૂર કરી શકાય છે.

પુત્રદા એકાદશીનાં દિવસે વિશિષ્ટરૂપે ભગવાન વિષ્ણુની આરાધના કરવામાં આવે છે. આ એકાદશીનાં દિવસે પૂજા કે વ્રત રાખવાનાં કેટલાક નિયમોનું પાલન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે કેટલાંક મનાઈ કરેલાં કાર્યો કરવાથી ભગવાન વિષ્ણુ નારાજ થઈ શકે છે.

ચોખા ન ખાવા
શ્રાવણની પુત્રદા એકાદશી તિથિનાં દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ દિવસે જે પણ વ્યક્તિ ચોખાનું સેવન કરે છે તેનો જન્મ સરિસૃપ પ્રાણીની યોનિમાં થાય છે. તેથી કોઈએ એકાદશી તિથિનાં દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ.

તુલસી પત્રને ન અડવું
તુલસી પત્ર ભગવાન વિષ્ણુને અતિપ્રિય હોય છે. તેના વિના ભગવાનનો ભોગ લાગતો નથી તેથી શ્રાવણની પુત્રદા એકાદશીનાં દિવસે ભૂલીને પણ તુલસી પાનને તોડવું કે અડવું ન જોઈએ. આવું કરવાથી માતા લક્ષ્‍મી નારાજ થઈ શકે છે અને વ્યક્તિને દોષ લાગી શકે છે.

કાળા કપડાં ન પહેરવાં
હિંદૂ માન્યતાઓ અનુસાર કોઈપણ શુભ અવસર કે પૂજા પાઠ દરમિયાન કાળા વસ્ત્રો ન પહેરવા જોઈએ. તેથી આ એકાદશીનાં દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે પીળા રંગનાં વસ્ત્રો ધારણ કરવા જોઈએ.

માસ-મદિરાનું સેવન ન કરવું
શ્રાવણની પુત્રદા એકાદશીનાં દિવસે માસ-મદિરાનું સેવન ન કરવું જોઈએ. આ દિવસે વાદ-વિવાદથી પણ બચવાનો પ્રયાસ કરવો જોઈએ.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles