fbpx
Friday, December 1, 2023

શારદીય નવરાત્રી ક્યારે શરૂ થાય છે? મહત્વ જાણો

સનાતન ધર્મમાં નવરાત્રીને ખુબ પવિત્ર માનવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ માતા દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં આમ તો ચાર નવરાત્રી ઉજવવામાં આવે છે. ચેઈત્ર અને શારદીય નવરાત્રી ઉપરાંત બે ગુપ્ત નવરાત્રી હોય છે, પરંતુ શારદીય નવરાત્રીનું મહત્વ સૌથી વધુ છે. શારદીય નવરાત્રીની શરૂઆત આસો માસમાં શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી થાય છે.

નવરાત્રીના નવ દિવસ સુધી માતા આદિશક્તિના નવ સ્વરૂપોમાં શૈલપુત્રી, બ્રહ્મચારીણી, ચન્દ્રગંટા, કુષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી અને સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે નવરાત્રીના નવ દિવસ માતારાણી ધરતી લોક પર વિચરણ કરે છે અને પોતાના ભક્તોના દુઃખ દૂર કરી તમામ માન્યતાઓ પૂર્ણ કરે છે. એવામાં ચાલો જાણીએ શારદીય નવરાત્રીની શરૂઆત ક્યારથી થશે.

શારદીય નવરાત્રી 2023 તારીખ

આ વર્ષ નવરાત્રી 15 ઓક્ટોબર 2023 રવિવારથી શરુ થઇ રહી છે, આ નવ દિવસનો ઉત્સવ 24 ઓક્ટોબર 2023 દરેશાના દિવસે પૂર્ણ થશે. શારદીય નવરાત્રી તમામ નવરાત્રીઓમાં સૌથી વધુ મહત્વપૂર્ણ છે, આને મહાનવરાત્રી પણ કહેવામાં આવે છે. શારદીય નવરાત્રીના પહેલા દિવસે ઘટસ્થાપના કરવામાં આવે છે, જેના માટે શુભ મુહૂર્ત જોવું ખુબ જરૂરી છે.

શારદીય નવરાત્રીની પ્રતિપદા તિથિ

આસો માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 14 ઓક્ટોબર 2023, શનિવારના રોજ રાત્રે 11.24 કલાકથી શરૂ થઈ રહી છે. જે 15 ઓક્ટોબર રવિવારે બપોરે 12.32 કલાકે પૂરી થશે. ઉદયતિથિને જોતા શારદીય નવરાત્રી 15 ઓક્ટોબર, રવિવારથી શરૂ થશે. આ દિવસે કલશ સ્થાપના પણ કરવામાં આવશે. શારદીય નવરાત્રિની પ્રતિપદા તિથિએ કળશ સ્થાપિત કરવાનો શુભ સમય 15 ઓક્ટોબરના રોજ સવારે 11.44 થી બપોરે 12.30 સુધીનો છે. આ વર્ષે કળશ સ્થાપના માટે માત્ર 46 મિનિટનો સમય રહેશે. આ મુહૂર્તમાં તમે કલશની સ્થાપના કરી શકો છો.

કળશ સ્થાપનાની વિધિ

  • શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે સવારે વહેલા ઉઠો, સ્નાન વગેરે કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો.
  • ત્યારબાદ મંદિરની સફાઈ કર્યા પછી ગંગાજળનો છંટકાવ કરવો.
  • આ પછી, એક લાલ કપડું ફેલાવો અને તેના પર થોડા ચોખા રાખો. માટીના વાસણમાં જવ વાવો.
  • આ સાથે જ આ વાસણ પર પાણીથી ભરેલો કળશ સ્થાપિત કરો. કલરની આસપાસ કેરી અથવા અશોકના પાન લગાવો અને સ્વસ્તિક બનાવો.પછી તેમાં આખી સોપારી, સિક્કો અને અક્ષત નાખો.
  • નાળિયેર પર ચૂંદડી લપેટી અને તેને કલાવાથી બાંધો અને આ નારિયેળને કળશની ઉપર રાખીને મા જગદંબેનું આહ્વાન કરો.
  • ત્યારબાદ દીવો પ્રગટાવીને કળશની પૂજા કરો.

શારદીય નવરાત્રી 2023 તિથિ

15 ઓક્ટોબર, 2023 (રવિવાર) મા શૈલપુત્રી, પ્રતિપદા તિથિ, ઘટસ્થાપન

16 ઓક્ટોબર, 2023 (સોમવાર) મા બ્રહ્મચારિણી, દ્વિતિયા

17 ઓક્ટોબર 2023 (મંગળવાર) મા ચંદ્રઘંટા, ત્રીજ

18 ઓક્ટોબર, 2023 (બુધવાર) મા કુષ્માંડા, ચોથ

19 ઑક્ટોબર, 2023 (ગુરુવાર) મા સ્કંદમાતા, પાંચમ

20 ઓક્ટોબર, 2023 (શુક્રવાર) મા કાત્યાયની, છઠ

21 ઓક્ટોબર, 2023 (શનિવાર) મા કાલરાત્રી, સાતમ

22 ઓક્ટોબર, 2023 (રવિવાર) મા મહાગૌરી, દુર્ગા અષ્ટમી, મહાઅષ્ટમી

23 ઓક્ટોબર, 2023 (સોમવાર) મા સિદ્ધિદાત્રી, મહા નવમી

24 ઓક્ટોબર 2023 (મંગળવાર) મા દુર્ગા વિસર્જન, દશેરા

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles