fbpx
Friday, December 1, 2023

ઘરની આ દિશામાં લગાવો પિતૃનો ફોટો, જુઓ ચમત્કાર

હિન્દુ ધર્મમાં પિતૃઓને પૂજનીય માનવામાં આવે છે. પિતૃ શાંતિ માટે પિતૃ તર્પણ સહિત વિવિધ વિધિ અને હવન કરવામાં આવતા હોય છે. પિતૃઓ નારાજ ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. પિતૃના અવસાન બાદ ઘરમાં તેમની તસવીર લગાવવામાં આવે છે. તેમના આશીર્વાદથી ઘરમાં સુખ શાંતિ રહે છે. જોકે, કેટલીક વખત લોકો પિતૃઓની તસવીર લગાવવામાં ભૂલ કરી બેસે છે.

પરિણામે પિતૃ નારાજ થઈ શકે છે. પિતૃઓ નારાજ થાય તો પરિવારને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, કુંડળીમાં પિતૃદોષ હોય તો ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડે છે. બીજી તરફ વાસ્તુશાસ્ત્રમાં પણ પિતૃની તસવીર લગાવવા બાબતે કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. જે મુજબ પિતૃની તસવીરો યોગ્ય દિશામાં અને જગ્યા પર લગાવવામાં આવે તો તકલીફોમાંથી મુક્તિ મળે છે.

પિતૃની તસવીર ક્યાં લગાવવી અને ક્યાં ન લગાવવી?

આ સ્થળે ન રાખો પિતૃની તસવીર

વાસ્તુશાસ્ત્રના નિયમો મુજબ, પિતૃની તસવીર ક્યારેય પણ બેડરૂમ, ઘરના મંદિર કે પછી રસોડામાં ન લગાવવી જોઈએ. આવું કરવામાં આવે તો ઘરમાં કકળાટ અને અશાંતિ રહે છે. કહેવાય છે કે, ઘરના મંદિરમાં પિતૃની તસવીર મૂકવી અશુભ છે. આવું કરવાથી ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ઘરમાં સુખ રહેતું નથી. જેથી મંદિરમાં ભૂલથી પણ પિતૃઓની તસવીર ન મૂકવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબમાં એવું પણ કહેવાય છે કે, પિતૃની તસવીર ક્યારેય પણ જીવિત વ્યક્તિની તસવીર સાથે ન લગાવવી જોઈએ.

કઈ દિશામાં લગાવવી પિતૃની તસવીર

વાસ્તુશાસ્ત્રમાં પિતૃની તસવીર લગાવવાની દિશા અંગે પણ કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. પિતૃઓની તસવીર હંમેશા દક્ષિણ દિશામાં લગાવવી જોઈએ. આ દિશા યમ દેવતા અને પૂર્વજોની માનવામાં આવે છે. આ નિયમનું પાલન કરવું જરૂરી છે.

કઈ રીતે કરવી પૂજા?

પિતૃઓની તસવીર ઘરમાં જ્યાં લગાવવામાં આવી હોય, ત્યાં દરરોજ સાંજે સરસિયાના તેલનો દીવો કરવો જોઈએ. આ ઉપરાંત અમાસના દિવસે પણ પિતૃને દીવો કરવો જોઈએ. આવું કરવાથી પિતૃના આશીર્વાદ મળે છે. પરિણામે, ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles