fbpx
Friday, February 23, 2024

મંગળવારે હનુમાનજીના કેટલાક ખાસ ઉપાય કરવાથી તમામ કષ્ટ દૂર થાય છે

સનાતન ધર્મમાં સપ્તાહના દરેક દિવસ કોઈને કોઈ દેવતાઓને સમર્પિત હોય છે. એવામાં આજે મંગળવારનો દિવસ છે. આ દિવસે હનુમાનજીની વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી બધા કષ્ટ દૂર થઇ જાય છે. સાથે જ જીવનમાં ખુશી આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ દિવસે જ્યોતિષ ઉપાય કરવાથી કુંડળીમાં કમજોર મંગળ ગ્રહની સ્થિતિને સારી કરી શકાય છે.

અશુભ મંગળનો પ્રકોપ

વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મંગળ ગ્રહને સેનાપતિ કહેવામાં આવે છે. માન્યતા છે કે મંગળ ગ્રહનો સ્વભાવ ખુબ ઉગ્ર હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ જાતકની કુંડળીમાં મંગળ ગ્રહ કમજોર અથવા અશુભ સ્થિતિમાં હોય તો જાતકને લગ્નમાં સમસ્યા આવે છે. સાથે જ ઘર અને પરિવારમાં કહેલ-કલેશ શરુ થઇ જાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જે જાતકની કુંડળીમાં મંગળ ગ્રહની સ્થિતિ કમજોર હોય છે, એમને ઘણા પ્રકારના કષ્ટો, દુર્ઘટના, માનસિક તણાવ, હાઈ બ્લડપ્રેશર વગેરેની સમસ્યા થાય છે.

મંગળવારના દિવસે કરો ખાસ ઉપાય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મંગળવારનો દિવસે હનુમાનજીને સમર્પિત છે. આ દિવસે હનુમાનજીને ચોલા(સિંદૂર) અને બુંદીનો પ્રસાદ અર્પિત કરવો જોઈએ. સાથે જ ચમેલીના તેલનો દીવો કરો. માન્યતા છે કે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંગળવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જરૂરી થઇ જાય છે.

જે વ્યક્તિ મંગળવારનું વ્રત પૂર્ણ ભક્તિ સાથે રાખે છે તેના તમામ દુ:ખ દૂર થાય છે. તેમજ વ્યક્તિ સુખી જીવન જીવે છે.

લાલ કિતાબ અનુસાર જે લોકો મંગળવારે લાલ ફૂલ, લાલ ફળ, લાલ ચંદન, લાલ સિંદૂર, લાલ વસ્ત્ર અને ગોળથી બનેલી મીઠાઈઓ અર્પિત કરે છે તેમની બધી મનોકામનાઓ જલ્દી પૂરી થાય છે. ઉપરાંત, તેઓને તેમના જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડતો નથી.

(નોંધઃ આ લેખમાં આપવામાં આવેલી કોઈપણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો, જ્યોતિષીઓ, પંચાંગો, માન્યતાઓ અને ધાર્મિક ગ્રંથોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પ્રદાન કરવાનો છે. વધુમાં કોઈપણ ઉપયોગ માટેની જવાબદારી વપરાશકર્તાની પોતાની રહેશે.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles